Delhi Construction Ban: શિયાળાની શરૂઆત થતા જ રાજધાની દિલ્હીમાં ખરાબ હવામાનને લઈને કકળાટ શરૂ થઈ ગયો છે. દિલ્હીમાં ખરાબ હવાની ગુણવત્તાને કારણે પુનઃનિર્માણ અને તોડવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને રવિવારે (4 ડિસેમ્બર) AQI ગંભીર નિશાને ગયા બાદ આ નિર્ણય લીધો છે. ગયા મહિને પણ કેન્દ્રની એર ક્વોલિટી પેનલે અધિકારીઓને દિલ્હી-એનસીઆરમાં જરૂરી પ્રોજેક્ટ્સ સિવાય તમામ બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.


થોડા દિવસો બાદ AQIમાં સુધારો થતા તે પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો. પરંતુ હવે ફરી એક વખત બગડતી હવાની ગુણવત્તાને ધ્યાનમાં લઈને આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં રવિવારે AQI 400 નોંધાયો હતો જે શનિવારે નોંધાયેલા AQI કરતાં ઘણો વધારે ખરાબ હતો.


દિલ્હીમાં AQIના ગ્રાફમાં વધારો


ભારતીય હવામાન વિભાગ (IMD)ના વૈજ્ઞાનિક વિજય સોનીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા AQI 400ને આસપાસ પહોંચી જતા જ ગંભીર શ્રેણીમાં છે. જોકે રાષ્ટ્રીય રાજધાનીની હવાની ગુણવત્તા આજે સાંજથી સુધરે તેવી શક્યતા સેવાઈ રહી  છે. 


સતત પાંચમો દિવસ ખરાબ


સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર શનિવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 323 નોંધાયો હતો. પરંતુ દિલ્હીની હવાની ગુણવત્તા સતત પાંચમા દિવસે 'ખૂબ નબળી' શ્રેણીમાં રહી હતી. શુક્રવારે સવારે AQI 335 નોંધાયો હતો. દિલ્હીની સાથો સાથ તેને અડીને આવેલા નોઈડામાં પણ AQI 379રે જતા અત્યંત નબળી કેટેગરીમાં પહોંચી ગયો હતો.  


ઉલ્લેખનીય છે કે, 0 થી 100 સુધીની હવા ગુણવત્તા સૂચકાંક સારી માનવામાં આવે છે. જ્યારે 100 થી 200 મધ્યમ, 200 થી 300 નબળી, 300 થી 400 અત્યંત નબળી અને 400 થી 500 કે તેથી વધુ ગંભીર માનવામાં આવે છે.


 


દિલ્હી સહિત આ એરપોર્ટ પર પ્રવેશ માટે બોર્ડિંગ પાસ અને ID જરૂરી નથી! સરકારે આપી મોટી રાહત


ભારત સરકારે દિલ્હી સહિત કેટલાક એરપોર્ટ પર પ્રવેશ માટે મુસાફરોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે એક નવી સુવિધા (Paperless Service) શરૂ કરી છે, જે અંતર્ગત મુસાફરોને હવે બોર્ડિંગ પાસ અને આઈડી કાર્ડ સાથે રાખવાની જરૂર રહેશે નહીં. યાત્રીના ચહેરાની ઓળખ કર્યા પછી જ એરપોર્ટ પર એન્ટ્રી આપવામાં આવશે.


હકીકતમાં, ભારતના પસંદગીના એરપોર્ટને પેપરલેસ બનાવવા માટે સરકારે ડિજી યાત્રા નામનું સોફ્ટવેર વિકસાવ્યું છે. આનો ઉપયોગ કરીને જ લોકોને એરપોર્ટમાં એન્ટ્રી આપવામાં આવશે. સોફ્ટવેર પેસેન્જરના ચહેરાને સ્કેન કરશે અને જો તે ઓળખાશે તો જ પેસેન્જરને એન્ટ્રી આપવામાં આવશે.