કંપની કાયદા હેઠળ કેટલીક નિશ્વિત શ્રેણીનો નફો કમાનારી કંપનીઓને પોતાના ત્રણ વર્ષના સરેરાશ શુદ્ધ નફાના બે ટકા એક વર્ષમાં સીએસઆર ગતિવિધિઓ પર ખર્ચ કરવાનો હોય છે. સીતારમણે ટ્વિટ કરી જણાવ્યું કે, પીએમ કેયર્સમાં કરવામાં આવેલા કોઇ પણ યોગદાનને સીએસઆર ખરચ માનવામાં આવશે. કોર્પોરેટ મામલાના મંત્રાલયે જાહેર કર્યું છે કે કંપનીઓ દ્ધારા દાન કરવામાં આવેલી રકમ તેમની સીએસઆર ગતિવિધિ માનવામાં આવશે.
સરકારે ઇમરજન્સી સ્થિતિમાં પીએમ કેયર્સ ફંડ બનાવ્યું છે. આ ફંડ કોરોના વાયરસ જેવી કોઇ પણ ઇમરજન્સી સ્થિતિમાં મદદ આપવાનું કામ કરશે.