પ્રયાગરાજ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટે થનારા ભૂમિ પૂજનના મુહૂર્તને લઈને હવે વિવાદ શરૂ થઈ ગયો છે. પ્રયાગરાજના જ્યોતિષાચાર્ય આચાર્ય અવિનાશ રાયે 5 ઓગસ્ટે શુભ મુહર્ત નહીં હોવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, આ સમયે ભૂમિ પૂજન કરવું યોગ્ય નથી. ચાતુર્માસમાં દેવાલયનું ભૂમિ પૂજન અને શિલાન્યાસ આમ પણ ન કરવું જોઈએ. જ્યોતિશષાચાર્ય અનુસાર પાંચ ઓગસ્ટે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પણ શુભ યોગ નથી બનાવી રહ્યા. આ મુહૂર્તમાં ભૂમિ પૂજનથી નિર્માણમાં અનેક પ્રકારના અવરોધો ઉત્પન્ન થઈ શકે છે.


શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના શિષ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી મંદિરના શિલાન્યાસની નક્કી કરેલી તિથિને અશુભ ગણાવી છે.

ઉલ્લેખનીય છે અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થવાનું છે. ભૂમિ પૂજનમાં પીએમ નરેન્દ્ર મોદી અને યૂપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત કેટલાક ખાસ લોકોને આમંત્રણ છે. ભૂમિ પૂજનનો કાર્યક્રમ કાશીના વિદ્વાનો અને આચાર્યોની દેખરેખમાં થશે.

અયોધ્યમાં પાંચ ઓગસ્ટે થનારા રામલલાના ભવ્ય મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનમાં તીર્થરાજ પ્રયાગરાજના ત્રિવેણી સંગમની જળનો ઉપયોગ કરવામાં આવશે. ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમનું જળ લાવવાની જવાબદારી મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનાર સંગઠન વિશ્વ હિંદુ પરિષદને આપવામાં આવી છે.

મંંદિરની કેટલીક વિશેષતા

- મંદિરની ઊંચાઈ 161 ફૂટ હશે અને તેમાં ત્રણના બદલે પાંચ ગુંબજ હશે.

- સોમપુરા માર્બલ બ્રિક્સ જ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિર પણ આ લોકો જ બનાવ્યું છે.

- મંદિર માટે 10 કરોડ પરિવારો દાન આપશે.

- મંદિરના પાયાનું નિર્માણ માટીની ક્ષમતાના આધારે 60 મીટર નીચે કરાયું છે.