ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 176 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 1272 પર પહોંચી ગઇ છે. કોરોના વધતા કેસને ધ્યાનમાં રાખીને પ્લાઝ્મા ટ્રાન્સમિશનની ગુજરાતને મંજૂરી મળી ગઇ છે. સિવિલ અને SVP હોસ્પિટલમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે, તમારામાંથી ઘણા ઓછા લોકો જાણે છે કે પ્લાઝ્મા ટ્રીટમેન્ટ અને થેરાપી શું છે. આ અગાઉ સાર્સ અને મર્સમાં પણ પ્લાઝ્મા થેરાપીથી સારવાર કરવામાં આવી હતી.

વાસ્તવમાં પ્લાઝ્મા ટ્રીટમેન્ટનું નામ ભલે પ્રથમવાર સાંભળવામાં આવી રહ્યું હોય પરંતુ આ કોઇ નવી રીત નથી. આ 130 વર્ષ અગાઉ એટલે કે 1890માં જર્મનીના ફિઝિયોલોજીસ્ટ એમિલ વોન બેહિંગે શોધી હતી. આ માટે તેમને નોબેલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ મેડિસિન ક્ષેત્રમાં પ્રથમ નોબેલ હતું.કેન્દ્ર સરકારે ગુજરાત,  તમિલનાડુ, દિલ્હી, કેરલ, પંજાબ, મહારાષ્ટ્રને  પ્લાઝ્મા થેરાપીથી સારવાર કરવાની મંજૂરી આપી છે. દિલ્હીમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા દર્દીને આ રીતથી સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાના ક્રિટીકલ દર્દીઓની પ્લાઝમા પ્રયોગથી સારવાર કરવામાં આવશે.

વાસ્તવમાં આપણું લોહી ચાર ચીજોથી બનેલું છે. રેડ બ્લડ સેલ, વાઇટ બ્લડ સેલ, પ્લેટલેટ્સ અને પ્લાઝ્મા, જેમાંથી પ્લાઝ્મા લોહીનું તરલ હિસ્સો છે. જેની મદદથી જરૂરત પડવા પર એન્ટીબોડી બને છે. કોરોના અટેક બાદ શરીર વાયરસથી લડવાનું શરૂ કરે છે. આ લડાઇ એન્ટીબોડી લડે છે જે પ્લાઝ્માની મદદથી જ બને છે. જો શરૂર પર્યાપ્ત એન્ટી બોડી બનાવી લે છે તો કોરોના હારી જાય છે. દર્દી સ્વસ્થ થયા બાદ પણ એન્ટીબોડી પ્લાઝ્મા સાથે શરીરમાં રહે છે જેને ડોનેટ કરી શકાય છે.


જેને એકવખત કોરોના થઇ જાય છે અને બાદમાં સ્વસ્થ થઇ જાય છે તો તેમના શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે. આ એન્ટીબોડી તેને ઠીક કરવામાં મદદ કરે છે. એવો વ્યક્તિ રક્તદાન કરે છે.  તેમના લોહીમાંથી પ્લાઝ્મા કાઢવામાં આવે છે અને પ્લાઝ્મામાં આવેલા એન્ટીબોડી જ્યારે કોઇ અન્ય દર્દીના શરીરમાં નાખવામાં આવે છે તો બીમાર દર્દીમાં આ એન્ટીબોડી પહોંચી જાય છે અને જેને સ્વસ્થ થવામાં મદદ મળે છે. એક વ્યક્તિમાંથી કાઢેલા પ્લાઝ્માની મદદથી બે લોકોની સારવાર સંભવ થાય છે. કોરોના નેગેટિવ આવ્યાના બે સપ્તાહ બાદ તે પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે.

પ્લાઝ્મા થેરાપીથી ચીનમાં કેટલાક દર્દીઓથી ફાયદો થયો હતો. ત્રણ ભારતીય અમેરિકન દર્દીઓને પણ આનાથી ફાયદો થયો હોવાના સમાચાર છે. હાલમાં ભારતમાં ICMR અને  DGCI ટ્રાયલ કરી રહ્યા છે.