નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 902 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 19 લોકોના મોત થયા છે અને 83 લોકો સ્વસ્થ્ય થયા બાદ રજા આપી દેવામાં આવી છે. આ દરમિયાન એક સંશોધનમાં થોડા રાહતના સમાચાર આવ્યા છે. અભ્યાસમાં જણાવ્યા મુજબ, ગરમી વધશે તો કોરોનાના કહેરમાં પણ ઘટાડો થશે.
મૈસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)ના એક સંસોધનમાં જણાવવામાં આવ્યું છે કે, જેમ તાપમાનનો પારો વધશે તેમ કોરોનાનો ખાત્મો થશે. રિપોર્ટ મુજબ જે દેશોમાં તાપમાનનો પારો 3 થી 17 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હતો અને ભેજનું પ્રમાણ 4 થી 9 ગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું ત્યાં કોરોના વાયરસના 90 ટકા મામલા સામે આવ્યા છે.
જે દેશોમાં તાપમાનનો પારો 18 ડિગ્રીથી વધારે હતો અને ગરમીનું પ્રમાણ 9 ગ્રામ પ્રતિ ક્યૂબિક મીટરથી વધારે હતું ત્યાં આવા મામવા 6 ટકા જ હતા. એમઆઈટીનો આ રિપોર્ટ ભારત માટે ખૂબ જ અગત્યનો છે, કારણકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ભારતના તાપમાનમાં વધારો થવાનો છે.
અમેરિકા અને યૂરોપના તમામ દેશોમાં કોરોનાથી મોતના જે આંકડા આવ્યા છે તેની તુલનામાં ભારત માટે રાહતની વાત છે કે 130 કરોડની વસતીમાં કોરોનાના મામલા પણ ઓછા છે અને મોતનો આંકડો પણ હાલ ઓછો છે. આ સ્થિતિમાં જો એમઆઈટીનો રિપોર્ટ સાચો પડે તો ભારત માટેરાહતની વાત હશે.
સમાન્ય રીતે ઉનાળો આવતાં લોકો પરેશાન થઈ જાય છે પરંતુ આ વખતે માહોલ એવો છે કે લોકો તેનું સ્વાગત કરશે. કોરોના વાયરસ સામે સૌથી મોટી સારવારના રૂપમાં ગરમી આશીર્વાદ રૂપ બનીને સામે આવે તેમ પણ બની શકે.