કોલકાતા: કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ છે. તેની વચ્ચે ઘણા લોકો સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે લોકોને ચેતવણી આપી છે કે કોવિડ 19ને લઈને ખોટી જાણકારી પોસ્ટ અથવા તો શેર કરવામાં આવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


રાજ્ય સચિવાલયમાં સંવાદદાતા સમ્મેલનને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર એક એવા સમાચાર ચાલી રહ્યા છે કે એક ડૉક્ટર કોરોના વાયરસના સંદિગ્ધ દર્દીની તપાસ કર્યા બાદ બીમાર પડી ગયા. તપાસ એજન્સીઓ આ ખોટી જાણકારીના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

મમતા બેનર્જીએ કહ્યું આ જાણકારી ખોટી છે. તેમણે આ પ્રકારની ખોટી જાણકારી અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર અફવાઓ અને ખોટી જાણકારી શેર કરવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કોરોનાથી દેશમાં જે લોકોના મોત થયા તેમાના મોટા ભાગના વૃદ્ધ હતા અને તેમને ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેશર અને હાર્ટની પ્રોબ્લેમની બીમારી હતી. કોરોના પર લગામ કસવા માટે સારવારમાં લૉજિસ્ટિક સપોર્ટની કમી ન રહે તે માટે ટાસ્કફોર્સની રચના કરાઈ છે.