નવી દિલ્હીઃ દિલ્હીના સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલન દરમિયાન ફોર્સને લીડ કરનારા બે આઈપીએસ અધિકારી કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઓફિસરોમાં આઉટર-નોર્થના ડીસીપી ગૌરવ અને એડિશનલ ડીસીપી ઘનશ્યામ બંસલ છે. જેઓ તપાસમાં કોરોના પોઝિટિવ આયા છે. આ બંને આઈપીએસ ઓફિસરને હોમ આઇસોલેશનમાં મોકલી દેવાયા છે.


સરકારનો પ્રસ્તાવ ફગાવ્યા બાદ ખેડૂતોએ આંદોલન દેશ વ્યાપી બનાવવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, જ્યાં સુધી કૃષિ કાનૂન રદ્દ નહીં થાય ત્યાં સુધી અડગ રહેશે. દિલ્હી બોર્ડર પર ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે. દિલ્હીમાં સિંધુ બોર્ડર પર ખેડૂતોએ મોટો મંચ બનાવ્યો છે. જેના પર બેસીને નેતાઓ માર્ગદર્સન આફી રહ્યા છે.



450 કિલોમીટર દૂર પંજાબથી ઘોડે સવારી કરીને ગુરુ નાનક મંડળની ટુકડીઓ દિલ્હી બોર્ડર પહોંચી ગઈ છે. કોંડલી બોર્ડર નજીક આ ટુકડીએ પડાવ નાંખીને ખેડૂતોની મદદ કરવું શરૂ કર્યું છે. ખેડૂતો ભૂખ્યા ન રહે તેનો પ્રબંધ આ જૂથે કર્યો છે. દેશમાં કૃષિ કાનૂનને લઈ સરકાર સામે વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે પ્રદર્શનનો 16મો દિવસ છે, છતાં કોઇ પરિણામ આવ્યું ન હોવાથી સરકારની ચિંતા વધી ગઈ છે. જોકે, સરકાર કોઈપણ સંજોગોમાં કૃષિ કાનૂન પરત નહીં લેવાની સ્પષ્ટતા કરી ચુક્યું છે.

કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે સરકાર ખેડૂતો સાથે ખુલ્લા મનથી વાતચીત કરવા માટે તૈયાર છે. અમે ખેડૂતોને ને મુદ્દે આપત્તિ છે તે જોગવાઇ પર વાત કરવા તૈયાર છીએ.

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારે માવઠું, જાણો ક્યા વિસ્તારોમાં પડ્યો વરસાદ