નવી દિલ્હીઃ કોરોના વાયરસના બીટા વેરિયંટ સામે વર્તમાન કોરોના રસી ઓછી પ્રભાવશાળી હોઈ શકે છે તેમ એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે. રિસર્ચ મુજબ વર્તમાન વેક્સિન દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત મળી આવેલા બીટા વેરિયંટ સામે ઓછી અસરકારક છે.  


24 જૂનના રોજ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં ક્રાયો-ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપી (ક્રાયો ઈએમ)નો ઉપયોગ કરીને આ વાત રજૂ કરવામાં આવી છે. જેમાં 2019માં ચીનમાં મળી આવેલા મૂળ કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીનની તુલના બીટા વેરિયંટ સાથે કરવામાં આવી હતી અને આલ્ફા વેરિયંટની ઓળખ કરાઈ હતી. ક્રોયા-એમ એક ઈમેજિંગ ટેકનિક છે. જેનો ઉપયોગ નજીકના પરમાણુ સંકલ્પ પર જૈવ-આણવિક સંરચનાઓને નિર્ધારીત કરવા માટે કરાય છે.


અમરિકાની બોસ્ટન ચિલ્ડ્રન હોસ્પિટલના રિસર્ચકર્તાના નેતૃત્વમાં નીકળેલું તારણ બતાવે છે કે બીટા વેરિયંટમાં મ્યૂટેશનને બી.1351 કહે છે. જે કેટલીક જગ્યાએ આકાર બદલે છે. જેના પરિણામે વર્તમાન રસીથી બનનારા એન્ટીબોડીને નિષ્ક્રિય કરવામાં બીટા વાયરસ ઓછો સક્ષમ હોય છે.


દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર


કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.


ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર


સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 46,148 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 979 લોકોના મોત થયા છે, જ્યારે 58578 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં 76 દિવસ બાદ કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે. 27 જૂન સુધી દેશભરમાં 32 કરોડ 36 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે