નવી દિલ્હીઃ સરકારની સાથે ચાલી રહેલ ઘર્ષણની વચ્ચે ટ્વિટરની વધુ એક મનમાની સામે આવી છે. ટવિટરે ભારતના નકશા સાથે છેછાડ કરી છે. ટ્વિટરે પોતાની વેબસાઈટ પર જમ્મુ કાશ્મીરને ભારતનો ભાગ નથી બતાવ્યો. સરકાર તરફતી તેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સરકાર તેની વિરૂદ્ધ ટ્વિટરને નોટીસ આપશે. જ્યારે સૂત્રોનું કહેવું છે કે, સરકાર આ મામલે ટ્વિટર વિરૂદ્ધ મોટું પગલું લઈ શકે છે.


અનેક દેશોનો નકશો અલગથી ઉભર્યો પરંતુ ભારતનો જ નકશો ખોટો


ટ્વિટર તરફથી જે ટ્વીટ કરવામાં આવ્યું છે તેમાં જે તસવીર છપાયેલી છે, તેમાં ભારતના નકશાને અલગથી ઉભારવામાં આવ્યો છે. ઉપરાંત અનેક અન્ય દેશોના નકશાને પણ ઉભારવામાં આવ્યો છે પરંતુ તેમાં કોઈપણ પ્રકારની છેડછાડ કરવામાં નથી આવી. પરંતુ ભારતના નકશા સાથે છેડછાડ કરવામાં આવી છે. ભારતના નકશામાંથી ‘ભારતના તાજ’ કહેવાતા જમ્મુ કાશઅમીરને અલગ દેશ બતાવવામાં આવ્યો છે.


સરકારે નોટિસ ફટકારી જવાબ માગ્યો


ટ્વિટરની આ હરકત સરકારના ધ્યાનમાં આવી છે. સૂત્રો અનુસાર સરકારે તેને લઈને તમામ તથ્ય ભેગા કરી રહી છે. જેમ કે આ નકશામાં ક્યારે ફેરફાર કરવામાં આવ્યો. આ નકશો ક્યારે વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો. સરકાર આ તમામ મુદ્દાને લઈને જાણકારી મેળવી રહી છે. ટૂંકમાં જ સરકાર ટ્વિટરને નોટિસ ફટકારશે. સૂત્રો અનુસાર સરકાર આ મામલે મોટી કાર્યવાહી કરી શકે છે.


સાત મહિનામાં બીજી વખત આવી ભૂલ


જણાવીએ કે, આ પ્રથમ વખત નથી જ્યારે ટ્વિટર તરફતી આવી ભૂલ કરવામાં આવી હોય. આ પહેલા 12 નવેમ્બરે પણ આવી ભૂલ થઈ હતી. ત્યારે લદ્દાખને ચીનનો હિસ્સો બતાવવામાં આવ્યો હતો. ત્યારે સરકારની કડક પ્રતિક્રિયા બાદ ટ્વિટરે લેખીતમાં માફી માગી હતી. આ લેખિત માફીમાં ટ્વિટરે કહ્યું હતું કે, ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય. પરંતુ તેમ છતાં સાત મહિનાની અંદર ટ્વિટર તરફથી ફરીથી આવી ભૂલ કરવામાં આવી છે.