નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 95,735 નવા કેસ સામે આવ્યા છે અને 1172 દર્દીઓના મોત થયા છે. તેની સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 44 લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી 75,062 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં હાલમાં 9 લાખ 19થી વધુ એક્ટિવ કેસ છે. જો કે, આ સંક્રમણમાંથી અત્યાર સુધી 34 લાખ 71 હજાર 783 દર્દીઓ સાજા થઈ ગયા છે.
ભારતમાં કુલ કેસમાંથી 60 ટકા કેસ માત્ર પાંચ રાજ્યોમાંથી છે. જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્નાટક અને ઉત્તર પ્રદેશ સામેલ છે.
- મહારાષ્ટ્રમાં કુલ 9,67,349 કોરોના કેસ છે જે કુલ કેસના 21.7 ટકા છે.
- આંધ્રપ્રદેશમાં કુલ 5,27,512 કેસ છે જે કુલ કેસના 11.8 ટકા છે.
- તમિલનાડુમાં 4,80,524 કેસ છે જે કુલ કેસના 10.8 ટકા છે.
- કર્ણાટકમાં 4,21,730 કોરોના કેસ છે અને આ કુલ કેસના 9.4 ટકા છે.
- ઉત્તર પ્રદેશમાં કુલ 2,85,041 કેસ છે અને આ કુલ કેસના 6.4 ટકા છે.
પાંચ રાજ્યોમાં 69 ટકા મોત
દેશમાં કોરોનાથી કુલ મોતમાં 69 ટકા મોત આ પાંચ રાજ્યોમાં છે. જેમાં મહારાષ્ટ્ર(27,787), તમિલનાડુ (8,090), કર્નાટક (6,808), દિલ્હી (4,638 ) અને આંધ્રપ્રદેશ(4,634) સામેલ છે. કોરોનાથી સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે.
74 ટકા એક્ટિવ કેસ માત્ર આ 9 રાજ્યોમાં
મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, અસમ, ઓડિસા અને છત્તીસગઢમાં 74.2 ટકા એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ 77.74 ટકા છે જ્યારે મૃત્યુદર 1.68 ટકા છે.
કોરોના અપડેટ: દેશમાં આ પાંચ રાજ્યોમાં 60 ટકા કેસ અને 69 ટકા મોત, 9 રાજ્યોમાં 74 ટકા એક્ટિવ કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2020 03:52 PM (IST)
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 44 લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી 75,062 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં હાલમાં 9 લાખ 19થી વધુ એક્ટિવ કેસ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -