સ્મૃતિ ઈરાનીએ આ ટ્વીટમાં સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી હોમ મેડ ફેસ માસ્ક બનાવવા અંગે રજૂ કરવામાં આવેલી એડવાઝરીની લિંક પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, માસ્કની વધતી ડિમાન્ડની વચ્ચે સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે, કોરોના સંક્રમણથી બચાવ માટે કપડાનું માસ્ક પણ ઉપયોગી છે.
સ્મૃતિ ઈરાનીની આ કામગિરીની લોકો સોશિયલ મીડિયા પર પ્રશંસા કરી રહ્યાં છે. ઘણાં લોકોએ લખ્યું હતું કે, તમારું આ પગલું પ્રેરણાત્મક છે. તો કોઈએ લખ્યું કે, આમાંથી શીખીને બીજા લોકો પણ આ રીતે ઘરે માસ્ક બનાવી શકે છે.
જણાવી દઈએ કે, દેશમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા સતત વધી રહી છે અને હવે આ આંકડો છ હજારની નજીક પહોંચી ગયો છે. દેશમાં 169 લોકોના કોરોનાના કારણે જીવ ગયા છે. સરકાર લૉકડાઉનને આગળ વધારવું કે નહીં તે અંગે તમામ રાજ્યોની સરકાર સાથે વાતચીત કરી રહી છે.