નવી દિલ્હીઃ ભારતમાં કોરોન વાયરસની બીજી લહેર માડે ડેલ્ટા વેરિયેન્ટ જવાબદાર છે. આ જાણકારી INSACOG અને NCDCના રીસર્ચમાં સામે આવી છે. આ આલ્ફા વેરિયન્ટથી પણ વધારે ખતરનાક છે. ડેલ્ટા (બી.1.617.2) આલ્ફા (બી.1.1.7) વેરિયન્ટની તુલનામાં 50 ટકા ઝડપથી ફેલાય છે. ભારતમાં કોરોનાનો ડેલ્ટા સૌથી મુખ્ય વેરિયન્ટ છે. ડેલ્ટા વેરિયન્ટના ભારતમાં 12200 કેસ સામે આવ્યા હોવાનું અભ્યાસમાં બહાર આવ્યું છે.
નોંધનીય છે કે, કોરોનાના આ વેરિયન્ટ દેશના લગભગ તમામ રાજ્યોમાં જોવા મળ્યા છે. ડેલ્ટા વેરિયન્ટની સૌથી વધારે અસર દિલ્હી, આંદ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગાણામાં જોવા મળી છે.
ભારતમાં ઓક્ટોબર 2020માં મળેલા વેરિયન્ટ B.1.617.2ને ડેલ્ટા (Delta) વેરિયન્ટ કહેવામાં આવ્યો છે. આ ઉપરાંત એક અન્ય સ્ટ્રેન B.1.617.1નું નામકરણ કપ્પા (Kappa) કરવામાં આવ્યું છે. WHOના નામકરણની આ નવી વ્યવસ્થા વ્યાપક ચર્ચા વિચારણા બાદ શરૂ કરવામાં આવી છે.
ભારતની જેમ અન્ય દેશોમાં મળેલા વેરિયન્ટના નામકરણ કરવામાં આવ્યા છે. દ.આફ્રિકામાં મળેલ બી-1 351 ને બીટા નામ આપ્યું છે. નવેમ્બર 2020 માં સૌ પ્રથમ દ.આફ્રિકામાં મળી આવેલ પી 1 વેરીએન્ટ હવે ગામા તરીકે ઓળખાશે.
આજ રીતે માર્ચ 2020 માં મળેલ વેરીએન્ટ બી 1.427/બી 1.429 ને એપલિસન, એપ્રિલ 2020 માં બ્રાઝીલમાં મળેલ પી-2 ને જીટા અનેક દેશોમાં મળેલ બી.1525 વેરીએન્ટને ઈટા, ફીલીપીન્સમાં મળેલ પી.3 વેરીએન્ટને થીટા, નવેમ્બર 2020 માં અમેરિકામાં મળેલ બી.1,526 ને લોટા નામ અપાયુ છે.
B.1.617.2 (ડેલ્ટા) વેરિયેન્ટ એક ચિંતાનો પ્રકાર છે, જે અન્ય ત્રણ પ્રકારના વેરિયેન્ટની તુલનામાં વધુ ખતરનાક જોવામાં આવ્યો છે, કેમ કે એ વધુ સંક્રમક, ઘાતક છે અથવા કેટલાક રસી સુરક્ષા પ્રાપ્ત કરવાની ક્ષમતા રાખે છે
Gujarat Corona cases: રાજ્યમાં આજે 1,207 નવા કેસ નોંધાયા, 3 હજારથી વધુ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત