લોકડાઉનના સવાબ પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોરોના મેનેજમેન્ટના ઉપાય ગત વર્ષ બધા એ જોયા.જો આ વખતે તેનું મેનેજમેન્ટ સારી રીતે થશે તો તે વધુ નહીં ફેલાય.


દેશમાં વધતા જતાં કોરોનાના કેસ વચ્ચે દરેક રાજ્યમાં ધીરે ધીરે પ્રતિબંધો વધી રહ્યાં છે. આ સ્થિતિમાં લોકોને સવાલ થઇ રહ્યો છે કે, શું ફરી લોકડાઉન લાગશે?  આ સવાલના જવાબ મુદ્દે પ્રકાશ જાવડેકરે કહ્યું કે, જે રાજ્યમાં વધુ સંક્રમણ ફલાઇ રહ્યું છે. તેવા રાજ્ય સાથે  કેન્દ્ર સરકાર સતત સંપર્કમાં છે.


કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોરોના મેનેજમેન્ટના ઉપાય ગત વર્ષ બધા એ જોયા.જો આ વખતે તેનું મેનેજમેન્ટ સારી રીતે થશે તો તે વધુ નહીં ફેલાય. એટલે કે સરકાર તરફથી લોકડાઉન લગાવવું કે નહીં તે મુદ્દે કોઇ નિર્ણય નથી લેવાયો. જો કે સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે.


45 વર્ષથી મોટી વયના લોકોને અપાશે વેક્સિન


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, એપ્રિલથી દેશમાં 45 વયથી મોટી ઉંમરના લોકો માટે વેક્સિનેશન શરૂ થશે, હોળી બાદ વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનશે. કન્દ્રીયમંત્રી જાવડેકરે કહ્યું કે, આ માટે લોકોએ માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને બહુ સરળતાથી સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં વેક્સિન લગાવી શકાશે. અત્યાર સધીમાં 4.85 કરોડ લોકોને વેકિસન લગાવી દેવાય છે. જ્યારે 80 લાખ લોકોને કોરોનાની વેક્સિનો પહેલો ડોઝ આપી દેવાયો છે.