કોરોના વધતા જતાં કેસ વચ્ચે અલગ-અલગ રાજ્યોની સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. બધા જ રાજ્યોની સરકારે કોરોના સામે લડવા માટે રણનિતી બનાવી છે. દેશના 11 રાજ્યોએ લોકડાઉન લગાવી દીધું છે.

કોરોના સંક્રમણ સામે લડવા માટે દરેક રાજ્યોએ અલગ અલગ પ્રકારની રણનીતિ તૈયાર કરી છે. જો કે હજું સુધી સંક્રમણ પર કાબૂ નથી મેળવી શકાયું. કેટલાક રાજ્યોએ સંપૂર્ણ લોકડાઉન લગાવ્યું છે, તો કેટલાક રાજ્યોએ વીકેન્ડ લોકડાઉનનો સહારો લીધો છે.

 રાજસ્થાન: કોરોના પ્રભાવ હેઠળ રાજ્ય સરકારે 17 મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધ લગાવી દીધા છે તો 10 મેથી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવ્યું છે.

મધ્યપ્રદેશ:  15 મે સુધી કોરોના કર્ફ્યૂ લાગૂ કરાયો છે. તો જરૂરી સેવાના છૂટ અપાઇ છે.

દિલ્લી:  19 એપ્રિલથી 10 મે  સુધી લોકડાઉન લગાવી દેવાયું છે.

ઝારખંડ:  13 મે સુધી લોકડાઉન લગાવી દેવાયું છે.આ પહેલા 22 એપ્રિલથી 6 મે સુધી લોકડાઉનની જાહેરાત કરાઇ હતી.

બિહાર : બિહારમાં 4 મેથી માંડીને 15 મે સુધી લોકડાઉનની જાહેરાત કરાઇ છે.

ઉત્તરપ્રદેશ: વીકએન્ડ લોકડાઉનની સાથે 10 મે સુધી લોકડાઉન લગાવી દેવાયું છે.

હરિયાણા: રાજ્યમાં 3થી 7 મે લોકડાઉન લગાવી દેવાયું છે. આ પહેલા નવ જિલ્લામાં વીકએન્ડ કર્ફ્યૂ લગાવી દેવાયો હતો.

ઓડિશા:  5થી 19  મે સુધી  લોકડાઉન એટલે કે 14 દિવસ માટે લોકડાઉન લગાવી દેવાયું છે.

કર્ણાટક: રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે,12 મે સુધી લોકડાઉન રહેશે. આ લોકડાઉન 27 એપ્રિલથી લગાવી દેવાયું છે.

ગુજરાત: રાજ્યના 29 શહેરમાં રાત્રિ કર્ફયૂ સહિત સાર્વજનિક સ્થાને એકઠા ન થવાની સલાહ

મહારાષ્ટ્ર: કોરોના સાથે જોડાયેલા પ્રતિબંધોને 15 મે સુધી લંબાવી દેવાયા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,14,188 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3915 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,31,507 લોકો ઠીક પણ થયા છે. 

એક્ટિવ કેસ 36 લાખને પાર

દેશમાં એક્ટિવ કેસનો આંકડો 36 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.