મુંબઇઃ મુંબઇમાં કોરોના વાયરસનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે, દર્દીઓના સારવાર માટે અસ્થાઇ હૉસ્પીટલો અને ક્વૉરન્ટાઇન સેન્ટર બનાવામાં આવી રહ્યાં છે. મુંબઇમાં હવે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે એકદમ રોચક છે. મુંબઇમાં કોરોના દર્દીઓ માટે આશ્રમ બનાવવામાં આવ્યો છે. મુંબઇમાં કોરોના દર્દીઓ માટે આશ્રમ બનાવવામાં આવ્યો છે, જેમાં માત્ર દર્દીઓનો ઇલાજ જ નહીં પણ પરંતુ સાથે સાથે ધર્મ ચિંતન અને આત્મશાંતિની પ્રક્રિયા પણ ચાલી રહી છે.


મુંબઇ દરિયા કિનારે આવેલુ શહેર છે, જ્યાં વર્ષોથી સમુદ્રના માધ્યમથી વ્યવસાય થઇ રહ્યો છે. સામરિક રીતે પણ સમુદ્રે મહત્વપૂર્ણ છે. એટલે નેવી અને પોર્ટ ટ્રસ્ટ બહુજ પહેલાથી અહીં એક્ટિવ છે. મુંબઇ પોર્ટ ટ્રસ્ટનની એક હૉસ્પીટલ છે. જ્યાં સંસ્થા સાથે જોડાયેલા લોકોનો ઇલાજ થાય છે.



કોરોના બાદ મુંબઇ પોર્ટ ટ્રસ્ટની હૉસ્પીટલામાં પણ કોરોનાનો ઇલાજ શરૂ થયો છે. સ્થિતિ જ્યારે બગડવા લાગી તો પોર્ટ ટ્રસ્ટે નક્કી કર્યુ કે એકબીજી ઇમારતમાં નવુ સેન્ટર બનાવીશુ અને નક્કી થયુ કે આશ્રમ બનશે. એવો આશ્રમ બનશે જ્યા માત્ર કોરોનાથી ઇલાજની મેડિકલ સુવિધાઓ જ નહીં હોય, પણ બિમારીના આ સમયમાં દર્દીઓની ઇમ્યૂનિટી, આત્મબળ, આત્મશક્તિ અને સ્વાસ્થ્યને સુધારવાના બીજા ઉપચારો પણ કરવામાં આવશે.

આ આશ્રમમાં કોરોનાના દર્દીઓને ઇલાજની સાથે સાથે યોગા અને ધ્યાન જેવી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. આ આશ્રમમાં પ્રવેશની શરત એ છે કે દર્દી એસિમ્ટૉમેટિક હોવા જોઇએ. ઉંમર 50 વર્ષથી ઓછી હોવી જોઇએ, તમામ તપાસ કરાવેલી હોવી જોઇએ અને સાથે સાથે અન્ય હૉસ્પીટલમાં બે દિવસ એડમિટ રહી ચૂક્યુ હોય.