જયપુરઃ રાજસ્થાનમાં એક કરૂણ ઘટનામાં લગ્નના નવમા દિવસે જ યુવકનું કોરોનાના કારણ મોત થયું છે. આ યુવકના લગ્નમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું નહોતું અને લગ્નમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી કરાઈ હતી. યુવકને તેમાંતી કોરોનાનો ચેપ લાગી ગયો. યુવકને સારવાર માટે પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પણ લગ્નના નવમા દિવસે  જ તેનું મોત થતાં યુવતી ભર યુવાનીમાં વિધવા બની છે. કોવિડ ગાઈડલાઈનનું પાલન ના કરાયું તેના નામના યુવકનાં  30 એપ્રિલનાં રોજ લગ્ન હતાં. પરિવારે ભવ્ય રીતે લગ્નપ્રસંગનું આયોજન કર્યું હતું. કોરોનાની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં ગામમાં  લોકો લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.  લોકો લગ્ન પ્રસંગમાં માસ્ક પહેર્. વિના આવ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઈનનું પણ પાલન નહોતું કરાયું. આ કારણે યુવકને કોરોનાનો ચેપ લાગી ગયો હતો. 


શેતાન સિંહ લગ્ન કર્યા પછી આવ્યો અને 1 મેનાં રોજ ઘરે જાન પાછી આવી પછીનવવધૂ સાથે ગૃહપ્રવેશની વિધિ પણ પૂર્ણ કરી હતી. લગ્નનાં બીજા જ દિવસે નવવિવાહિત યુવકની તબિયત અચાનક બગડી ગઈ હતી. યુવકની હાલત ગંભીર જણાતા એને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો અને ત્યાં જાણ થઈ હતી કે યુવક કોરોના પોઝિટિવ છે. પહેલાં ઘરે સારવાર લીધી પણ હાલત વધુ ખરાબ થવા માંડી હતી.  શેતાન સિંહનું સ્વાસ્થ્ય વધુ બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.


શેતાન સિંહનું શુગર લેવલ 600ને પાર જતુ રહ્યું હતું. પરિણામે દવા અસર કરતી નહોતી અને તેની હાલતમાં કોઈપણ સુધારો આવ્યો નહોતો. યુવકનાં સ્વાસ્થ્યમાં સુધારો ન આવતા એને જાલોરથી સિરોહી અને પછી પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે પાલનપુરમાં પણ તેની સ્થિતી ના સુધરતાં નવમાં દિવસે સાંજે તો યુવક કોરોના સામે જંગ હારી ગયો હતો. શેતાન સિંહના મોત સાથે દામ્પત્ય જીવન માણ્યા વિના જ તેની નવવિવાહિત યુવતીએ વિધવા થવું પડ્યું છે.