orona update:સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશના 13 રાજ્યો એવા છે, જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. 6 રાજ્યોમાં 50,000થી 1 લાખની વચ્ચે સક્રિય કેસની સંખ્યા યથવાત જોવા મળી રહી છે.  જ્યારે 17 રાજ્યો એવા છે, જ્યાં 50 હજારથી ઓછો એક્ટિવ કોરોના કેસ છે.


 


કોરોનાની બેકાબૂ રફતારની વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે, કોરોના સંક્રમણના નવા કેસમાં છેલ્લા 2 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્યમંત્રાલયે મંગળાવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, નાઇટ કર્ફ્યૂ  અને લોકડાઉનના કારણે દેશના કેટલાક રાજ્યોમાં કોવિડ સંક્રમણ કાબૂમાં આવ્યું છે. જો કે હજું 29 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 15 ટકા વધુ છે


13 રાજ્યોમાં એક લાખથી વધુ એક્ટિવ કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 13 રાજ્યો એવા છે, જ્યાં 1 લાખથી વધુ સક્રિય કેસ સામે આવ્યાં છે. 6 રાજ્યોમાં 50,000થી એક લાખ એક્ટિવ કેસની સંખ્યા છે. જ્યારે 17 અન્ય રાજ્યોમાં 50 હજારથી ઓછો એક્ટિવ કેસ છે. ભારતમાં 82.75 ટકા સાજા થયા છે તો 1.09 લોકોના મોત થયા છે.


કેટલાક રાજ્યોમાં ઓછા થયા કેસ
કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત કેટલાક રાજ્યોમાં હવે કોવિડ-19ના કેસ પહેલાની તુલનામાં ઓછા આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, છતીસગઢ, વિહાર, ગુજરાતમાં દરરોજ નવા કોવિડ-19ના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ સાથે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને તેલંગાણા, ચંદીગઢ, લદ્દાખ, દમણ, દિવ,લક્ષદ્દીપ અને અંદમાન, નિકોબારમાં સતત કોવિડના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.


 કેટલાક રાજ્યોમાં હજુ ગ્રાફ  ઊંચો


જો કે દેશના કેટલાક રાજ્યો એવા છે. જેયાં હજું પણ કોરોનાનો ગ્રાફ ઊંચો જ જોવા મળી રહ્યો છે. કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઓડિસા, પંજાબ, અસમ, જમ્મુ કાશ્મીર, ગોવા, હિમાચલ પ્રદેશ, પુડુચેરી, મણિપુર, મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં દિન પ્રતિદિન કેસમાં વધારો થઇ રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં સંક્રમણના 3 લાખ 29 હજાક 942 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 24 કલાકમાં 3876 દર્દીના કોરોનાથી મોત થયા છે. આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 2 લાખ 49 હજાર 992 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં. તો છેલ્લા 24 કલાકમાં 3 લાખ 56 હજાર 082 દર્દીઓએ કોરોનાને માત આપી. અત્યાર સુધીમાં દેશમાં કુલ 1 કરોડ 90 લાખ 304 દર્દી સ્વસ્થ થઇ ચૂક્યાં છે.