મહારાષ્ટ્ર હાલ દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં કોરોના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઈ છે. અહીં કોવિડ-19નાં 159 કેસ નવા કેસ નોંધાયા છે. ફક્ત મુંબઇમાં જ 116 નવા કોરોના કેસ બહાર આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1018 થઈ ગઈ છે. તબલિગી જમાતમાં સામેલ થયેલા 1400 લોકોમાંથી 50 હજુ પણ લાપતા છે. અને તેમનો સંપર્ક નથી થઇ શકતો.
અત્યાર સુંધીમાં 107006 ટેસ્ટ થઈ ચુક્યા છે. છેલ્લા દિવસોમાં 11795 ટેસ્ટ થયા છે તેમાં 2530 ટેસ્ટ ખાનગી હોસ્પિટલમાં થયા છે, હાલ, 136 સરકારી લેબ કામ કરી કહી છે, અને 59 ખાનગી લેબને મંજુરી અપાઇ છે.