નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. દિવસેને દિવસે મહામારી વધુ વકરી રહી છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 53 લાખને પાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 93 હજારથી વધારે નવા કેસ અને 1200થી વધારે લોકોના મોત થયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 53 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં નવા 93,337 નવા કેસ અને 1,247 મોત નોંધાયા છે. દેશમાં કુલ કેસ 53,08,015 પર પહોંચી છે. જેમાંથી 10,13,964 એક્ટિવ કેસ છે અને 42,08,432 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 85,619 પર પહોંચ્યો છે.



વિશ્વમાં ભારત કોરોનાના કેસમાં અમેરિકા બાદ બીજા નંબર પર છે. અમેરિકામાં કોરોનાના અત્યાર સુધી 69,25,941 મામલા સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ભાર દઈને કહ્યું કે, 70 ટકાથી વધારે લોકોના મોત અન્ય ગંભીર બીમારીના કારણે થયા છે.

દેશમાં કોરોનાથી ઠીક થવાનો દર 78.86 ટકા છે. આંકડા મુજબ કોવિડ-19થી થનારા મોતના દરમાં ઘટાડો આવ્યો છે અને 1.62 ટકા થયો છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ