સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં કોરોનાના કુલ મામલા 1,07,33,131 પર પહોંચ્યા છે. જ્યારે 1,04,09,160 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરનાથી કુલ મૃત્યુઆંક 1,54,147 પર પહોંચ્યો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,69,824 છે.
ICMRના જણાવ્યા મુજબ, 29 જાન્યુઆરી સુધી કોરોના વાયરસના કુલ 19,58,37,408 સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી 7,56,239 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરાયા હતા. દેશમાં મૃત્યુદર અને એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાથી મૃત્યુ દર 1.44 ટકા છે, જ્યારે રિકવરી રેટ 97 ટકા નજીક છે. એક્ટિવ કેસ પોણા બે ટકાથી પણ ઓછા છે.
દેશભરમાં અત્યાર સુધીમાં 33 લાખથી વધારે સ્વાસ્થ્યકર્મીઓને કોવિડ-19ની રસી આપવામાં આવી ચુકી છે.