કોરોનાની મહામારીને માત આપવા માટે દેશભરમાં વેક્સિનેશન અભિયાન શરૂ થઇ ગયું છે.રસીકરણના પહેલા દિવસે 2 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે. વેકિસનેશન દરમિયાન કેટલીક સામાન્ય આડઅસર જોવા મળી હતી. માત્ર દિલ્લીની જ વાત કરીએ તો દિલ્લીમાં આડઅસરના 52 કેસ સામે આવ્યાં હતા. જેમાં એક વ્યક્તિને છોડીને બાકી નોર્મલ આડઅસર જોવા મળી હતી.
એમ્સનો ગાર્ડ રસી લીધા બાદ આઈસીયૂમાં ભરતી
દિલ્લીમાં એમ્સના 22 વર્ષના ગાર્ડની રસી આપ્યાના 15 મિનિટ બાદ તબિયત લથડી હતી. રસી બાદ ગાર્ડના શરીરમાં ચકમા જોવા મળ્યાં હતા. ઉપરાંત છાતીમાં દુખાવો અન હાર્ટ બીટ વધવાની સમસ્યા પણ સર્જાઇ હતી. ગાર્ડની તબિયત લથડતા તેમને આઇસીયૂમાં ભરતી કરવાની ફરજ પડી હતી. જો કે હાલ તેમની તબિયત સુધારા પર હોવાની માહિતી મળી છે.
દિલ્લીમાં 52 આડઅસરના કેસ
રસીકરણના પહેલા દિવસે દિલ્લીમાં 4,319 આરોગ્ય કર્મીને રસી અપાઇ હતી. જેમાં 52 લોકોને આડ અસર જોવા મળી હતી. દિલ્લીમાં ગંભીર સાઇડ ઇફેક્ટનો એક કેસ છોડીને અન્ય 51 લોકોમાં સામાન્ય આડઅસરોના લક્ષણઓ જેમકે માથામાં દુખાવો, ગભરામણ જેવા લક્ષણો જોવા મળ્યાં હતા.
પશ્ચિમ બંગાળમાં પણ આડઅસરનો ગંભીર કેસ નોંધાયો
દિલ્લી સિવાય પશ્ચિમ બંગાળમાં પણ એક ગંભીર સાઇડ ઇફેક્ટનો કેસ સામે આવ્યો હતો. જેમાં વેક્સિન લીધા બાદ નર્સ બેભાન થઇ ગઇ હતી. કલકતામાં 35 વર્ષિય નર્સને કોવિશીલ્ડની રસી અપાઇ હતી. જો કે તેમનામાં વેક્સિનેશનની આડઅસર જોવા મળી હતી. નર્સને રસી આપ્યા બાદ તે બેભાન થઇ ગઇ હતી. નર્સની હાલત જોતા તેમને તાબડતોબ આઇસીયૂમાં ભરતી કરવાની ફરજ પડી હતી. જો કે આ બંને ગંભીર સાઇડ ઇફેક્ટ ધરાવતા કેસમાં સુધાર જોવા મળી રહ્યો છે.
કોરોનાની રસી અપાયાના પહેલા દિવસે દિલ્હીમાં જ 52 લોકોની તબિયત બગડી, જાણો રસીની કેવી કેવી આડઅસરો થઈ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jan 2021 12:20 PM (IST)
કોરોનાની મહામારી સામે લડત આપવા માટે વેકિસનેશન અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થઇ ગયું છે. શનિવારે થયેલા રસીકરણ દરમિયાન દિલ્લીમાં કુલ 52 લોકોને રીએક્શન આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં 1 કેસમાં ગંભીર આડઅસર જોવા મળી હતી. તો અન્ય 50 લોકોમાં સામાન્ય આડઅસર જોવા મળી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -