નવી દિલ્હી:  દેશમાં કોરોના વાયરસે (Coronavirus)ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ દોઢ લાખથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. તેની વચ્ચે દેશમાં કોરોના રસીકરણ (Corona Vaccine) પણ ઝડપથી થઈ રહ્યું છે.  રસીકરણ મામલે ભારતે મોટો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં રસીકરણ  અભિયાન શરુ થયા બાદ શનિવાર સુધી કોવિડ-19  (Covod-19) વેક્સિના 10 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 


દેશમાં 85 દિવસમાં 10 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, રસીકરણ મામલે ભારતે  અમેરિકા (US) અને ચીન (China)ને પણ પછાડી દીધા છે.  અમેરિકાને 10 કરોડ ડોઝ આપવા માટે 85 દિવસ લાગ્યા હતા જ્યારે ચીનને 103 દિવસ લાગ્યા હતા. 



શનિવારે સાંજે 8 વાગ્યા સુધી  લગભગ 29.65 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. તેની સાથે અત્યાર સુધી કુલ 10.12 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.  તેમાંથી 8.86 કરોડ લોકોને પ્રથમ ડોઝ અને 1.26 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો.  આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રસીકરણમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને સામેલ કરવામાં આવ્યા છે.  



દેશમાં 16 જાન્યુઆરીથી કોરોનાનું રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યા હતું. જ્યારે વેક્સીનનો બીજો ડોઝ આપવાનું અભિયાન 13 ફેબ્રુઆરીથી શરુ થયું હતું.


 


ગુજરાતમાં કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 78,71,091 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,31,634 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 89, 027,25 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,52,3879નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 839 લોકોના મોત થયા છે. જોકે 90,584 લોકો ઠીક પણ થયા છે. 




    • કુલ કેસ-  એક કરોડ 33 લાખ 58 હજાર 805





    • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 20 લાખ 81 હજાર 443





    • કુલ એક્ટિવ કેસ - 11 લાખ 08 હજાર 087





    • કુલ મોત - એક લાખ 69 હજાર 275