મુંબઈઃ સમગ્ર દેશમાં કોરોનાને કહેર મચાવ્યો છે. કોરોનાના કારણે રાજ્યની જે સ્થિતિ સર્જાઇ છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એકતરફ કોસોમાં વિક્રમજનક વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. મહારાષ્ટ્ર (maharashtra)માં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં 55,005 લોકો કોરોના વાયરસ(Coronavirus)થી સંક્રમિત થયા છે અને 309 દર્દીઓના મોત થયા છે. એકલા મુંબઈ(Mumbai)માં 9327 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 50 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 33,43,951 પર પહોંચી છે. જ્યારે 27,58,153 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યાછે. મહારાષ્ટ્રમાં હાલ કોરોનાથી કુલ મૃત્યુઆંક 57,638 પર પહોંચ્યો છે. જ્યારે કુલ એક્ટિવ કેસ (Active Cases) 5,36,682 છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તેને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 15 દિવસના લોકડાઉનનો (Maharashtra Lockdown)સંકેત આપ્યો છે. જેનો નિર્ણય આજે લેવામાં આવી શકે છે. મહારાષ્ટ્રમાં ગુજરાતીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે.
ગુજરાતમાં એક જ દિવસમાં 5 હજાર કેસ નોંધાતા હાહાકાર
ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાએ વધુ એક સપાટી વટાવતા ૫,૦૧૧ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ ૨૦૯ નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ, સુરતમાં ૧૬-૧૬ સહિત કુલ ૪૯ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી નોંધાયેલો આ સર્વોચ્ચ મરણાંક છે. ગુજરાતમાં કુલ કેસનો આંક ૩,૪૨,૦૨૬ -કુલ મરણાંક ૪,૭૪૬ છે અને આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં ૩૪,૩૨૮ કેસ-૨૨૭ મૃત્યુ થયા છે.
ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
| તારીખ | નોંધાયેલા કેસ | મોત |
| 10 એપ્રિલ | 5011 | 49 |
| 9 એપ્રિલ | 4541 | 42 |
| 8 એપ્રિલ | 4021 | 35 |
| 7 એપ્રિલ | 3575 | 22 |
| 6 એપ્રિલ | 3280 | 17 |
| 5 એપ્રિલ | 3160 | 15 |
| 4 એપ્રિલ | 2875 | 14 |
| 3 એપ્રિલ | 2815 | 13 |
| 2 એપ્રિલ | 2640 | 11 |
| 1 એપ્રિલ | 2410 | 9 |
| કુલ કેસ અને મોત | 34,382 | 227 |