PM Modi On Booster Dose: Omicron ના વધતા કહેર અને કોવિડ 19ની ત્રીજી લહેરની આશંકા વચ્ચે પીએમ મોદી શનિવારે રાત્રે આગામી વર્ષે 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની જાહેરાત કરી હતી,. ઉપરાંત તેમણે વૃદ્ધો તથા ફ્રન્ટલાઈન વર્કર્સને ૧૦મી જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપી છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રને નામ સંબોધનમાં જણાવ્યું હતું.


કોને કઈ તારીખથી અપાશે બૂસ્ટર ડોઝ


હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે બૂસ્ટર ડોઝની જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણા બધાનો અનુભવ છે કે કોરોના વોરિયર્સ, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સે કોરોના સામેની લડાઈમાં દેશને સુરક્ષિત રાખવામાં મોટું યોગદાન આપ્યું છે. તેઓ આજે પણ કોરોનાના દર્દીઓની સેવામાં પોતાનો ઘણો સમય પસાર કરી રહ્યા છે. તેથી તકેદારીના ભાગરૂપે સરકારે નિર્ણય લીધો છે કે હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસીનો બૂસ્ટર ડોઝ અપાશે, જેની શરૂઆત ૧૦મી જાન્યુઆરીને ૨૦૨૨થી કરાશે. વડાપ્રધાને જણાવ્યું કે, અન્ય બીમારીઓનો ભોગ બનેલા લોકોને પણ બૂસ્ટર ડોઝ અપાશે. કો-મોર્બિડિટીવાળા ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકોને ડૉક્ટરની સલાહ પર બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તેમને પણ ૧૦મી જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ આપી શકાશે.


બાળકોના માતા-પિતાની ચિંતા પર શું બોલ્યા પીએમ મોદી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સગીરોને રસીકરણની જાહેરાત કરતા કહ્યું કે સરકારનો આ નિર્ણય કોરોના સામે દેશની લડાઈને મજબૂત કરવાની સાથે સ્કૂલ-કોલેજોમાં જઈ રહેલા બાળકો અને તેમના માતા-પિતાની ચિંતાઓ પણ દૂર કરશે. દેશમાં ૩જી જાન્યુઆરીને સોમવારથી ૧૫ વર્ષથી ૧૮ વર્ષની વયના સગીરો માટે રસીકરણ અભિયાન શરૂ થશે.


ઓમિક્રોનને લઈ મોદીએ કહી આ વાત


દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે વડાપ્રધાને તેનાથી ગભરાવાની જરૂર નથી. તેના બદલે નાગરિકોએ સાવધાની રાખવી જોઈએ. ભારતમાં અનેક લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. હું તમને બધાને આગ્રહ કરું છું કે તમે ગભરાશો નહીં. તેના બદલે સાવધાની રાખો. માસ્ક અને હાથ થોડા-થોડા સમયે ધોઈ નાંખો. સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોના સંબંધિત પ્રોટોકોલનું પાલન કરો. મોદીએ ઉમેર્યું કે, આજે વાઈરસ મ્યુટેશન કરી રહ્યો છે. આજે દેશ પાસે ૧૮ લાખ આઈસોલેશન બેડ છે. પાંચ લાખ ઓક્સિજન બેડ છે. પાંચ લાખ આઈસીયુ બેડ છે. આઈસીયુ અને નોન આઈસીયુ બેડ વિશેષરૂપે બાળકો માટે છે. આજે દેશમાં ૩ હજારથી વધુ ઓક્સિજન પ્લાન્ટ કામ કરી રહ્યા છે. ૪ લાખ ઓક્સિજન સિલિન્ડર દેશને અપાયા છે.