Corona Vaccination: કોરોના વાયરસનો સામનો કરવા માટે દેશભરમાં  લોકોને રસી લેવાની અપીલ કરવામાં આવી રહી થછે. લાખો લોકો દરરોજ વેક્સિન લઈ રહ્યા છે પરંતુ કેટલાક લોકો હજુ પણ રસી લેતા અચકાઈ રહ્યા છે.


એક હિન્દી દૈનિકના રિપોર્ટ પ્રમાણે દેશમાં હજુ 18 વર્ષથી મોટી ઉંમરના 19 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો નથી. આ મામલે બિહાર અને ઝારખંડ સૌથી મોખરે છે. બિહાર, ઝારખંડ, રાજસ્થાન, એમપી, પંજાબ, હરિયાણા અને છત્તીસગઢમાં 20 નવેમ્બરની સાંજ સુધીમાં 5.39 કરોડ લોકોએ પ્રથમ ડોઝ નથી લીધો. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર આ 7 રાજ્યોમાં પુખ્તોની સંખ્યા 26.59 કરોડ છે. આ સ્થિતિમાં જોઈ કોઈ બેદરકારી દાખવે તો ત્રીજી લહેરનો ખતરો વધી શકે છે.


બિહારઃ બિહારમાં વયસ્કોની કુલ વસતિ 7.22 કરોડ છે. જેમાંથી 1.99 કરોડ લોકોએ હજુ સુધી પ્રથમ ડોઝ લીધો નથી. બિહારમાં 27.70 ટકા લોકોએ હજુ વેક્સિન લીધી નથી. જ્યારે પટના જેવા મોટા શહેરનીવાત કરીએ તો 45,87,998 લાખની વસતિમાંથી 11,09,081 લાખ લોકોએ વેક્સિન નથી લગાવી.


ઝારખંડઃ વયસ્કોની કુલ વસતિ 2.60 કરોડ છે. જેમાંથી 1.01 કરોડ લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો નથી. ઝારખંડમાં 38.84 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો નથી. રાંચીમાં16,48,464 લાખ માંથી 85,571 લોકોએ રસી નથી લીધી.


રાજસ્થાનઃ રાજસ્થાનમાં વયસ્કોની વસતિ આશરે 5.13 કરોડ છે. જેમાંથી 82.82 લાખ લોકોએ પ્રથમ ડોઝ નથી લીધો. રાજસ્થાનમાં 16.14 ટકા લોકોએ હજુ વેક્સિન નથી લીધી. જ્યારે જયપુરમાં 47,96,056 લાખ લોકોની વસતિમાંથી 1,66,329 લોકોએ રસી લીધી નથી.


મધ્યપ્રદેશઃ વયસ્કોની 5.53 કરોડની વસતિતિમાંથી 47.37 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો નથી. 8.56 ટકા લોકોએ રસીનો ડોઝ નથી લીધો. ભોપાલમાં 21,42,851 લાખ વયસ્ક વસતિમાંથી 1,14,945 લાખે વેક્સિન નથી લીધી.


છત્તીસગઢઃ વયસ્ક વસતિ લગભગ 1.89 કરોડ છે. જેમાંથી 32.52 લાખ લોકોએ પ્રથમ ડોઝ નથી લીધો. છત્સીસગઢમાં 17.20 ટકા લોકોએ હજુ રસી નથી લીધી. રાયપુરમાં 16,40,567 લાખ માંથી 50,742 લાખે વેક્સિન નથી લીધી.


હરિયાણાઃ પુખ્તોની વસતિ આશરે 2.01 કરોડ છે, જેમાંથી 17.96 લાખ લોકોએ કોરોના વેક્સિન નથી લીધી. રાજ્યમાં 8.94 ટકા લોકોએ હજુ સુધી વેક્સિન નથી લીધી. કરનાલ શહેરમાં 11,25,729 લાખમાંથી 1,07,619 લાખ લોકોએ વેક્સિન નથી લીધી.


પંજાબઃ વયસ્ક વસતિ 2.21 કરોડ છે, જેમાંથી 58.42 લાખ લોકોએ પ્રથમ ડોઝ નથી લીધો. રાજ્યમાં 26.43 ટકા લોકોએ વેક્સિન લીધી નથી. જાલંધરમાં 15,51,497 લાખ વયસ્કોમાંથી 93,257 લાખે વેક્સિન નથી લીધી.