એક્સપર્ટ કમિટી ત્રણ વેક્સિન દાવેદાર (ફાઇજર, સીરમ અને ભારત બાયોટેક) પર નજર રાખશે. જેના આધારે અંતિમ ફેંસલો લેવાશે. કોવિડ-19 વેક્સિન પર એક્સપર્ટ કમિટીએ કહ્યું કે, 97 ટકા સરકારી અને 70 ટકા ખાનગી ફ્રન્ટલાઇન હેલ્થકેર શ્રમિકોનો ડેટા મળી ચુક્યો છે. તેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.
ટોચના સરકારી સૂત્રોના કહેવા મુજબ, વેક્સિન લગાવવાના દિશાનિર્દેશોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. પ્રત્યેક રસીકરણ કેન્દ્રમાં ત્રણ અલગ અલગ રૂમ હશે. પ્રથમ રૂમમાં લાભાર્થીએ રાહ જોવી પડશે, બીજા રૂમાં તંત્ર દ્વારા રસી આપવામાં આવશે અને છેલ્લે પ્રતીક્ષા ખંડમાં મોકલવામાં આવશે. જ્યાં કોઈ આડઅસર થાય છે કે નહીં તે જોવામાં આવશે. અહીંયા તેણે લગભગ 30 મિનિટ સુધી બેસવું પડશે.
સૂત્રોના કહેવા મુજબ, રસીકરણમાં ઓછામાં ઓછો 30 મિનિટનો સમય લાગશે. દરેક સત્રમાં 100 શોટ્સનો પ્રબંધ કરાશે. 30 મિનિટ બાદ રસીકરણની પ્રતિકૂળ અસર જોવા મળશે તો જાહેર કરાશે. દરેક સત્રમાં 100 લોકોને જ રસી આપવામાં આવશે.
શું મોદી સરકાર દરેક મહિલાના ખાતામાં નાંખી રહી છે 60 હજાર ? જાણો મહત્વની વિગત
અમદાવાદઃ વટવા વિંઝોલ રેલવે ફાટક પાસે મોડી રાતે કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, ભારે જહેમત બાદ મેળવાયો કાબૂ