નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો કે પોસ્ટ વાયરલ થતી હોય છે. હાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોદી સરકાર દરેક મહિલાના ખાતામાં રૂપિયા નાંખી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.

યુટ્યુબ પર વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર મહિલા શક્તિ યોજના અંતર્ગત દરેક મહિલાના બેંક ખાતામાં 60 હજાર રૂપિયા જમા કરાવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ન્યૂઝ અંગે પીઆઈબી ફેક્ટ ચેકે સ્પષ્ટતા કરીને જણાવ્યુ, આ ન્યૂઝ ફેક છે. મહિલા શક્તિ યોજના અંતર્ગત સરકાર કોઈને પૈસા આપી નથી રહી.

પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, એક યુટ્યૂબ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર મહિલા શક્તિ યોજના હેઠળ તમામ મહિલાના બેંક ખાતામાં 60,000 રૂપિયાની રોકડ આપી રહી છે. PIBFactCheck માં આ દાવો ફેક છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના નથી ચલાવવામાં આવી રહી.



નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

અમદાવાદઃ વટવા વિંઝોલ રેલવે ફાટક પાસે મોડી રાતે કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, ભારે જહેમત બાદ મેળવાયો કાબૂ