ભારતે વેક્સીનના ડોઝ માટે કઈ ત્રણ કંપનીઓ સાથે કર્યા કરાર ?
સૌથી વધુ ઓક્સફર્ડ -એસ્ટ્રાજેનેકાની વેક્સીનની માંગ કરી છે. અનેક દેશોએ આ વેક્સીનની 150 કરોડ ડોઝ અત્યાર સુધી બુક કરાવી દીધા છે. ભારતમાં ઓક્સફોર્ડની વેક્સીનનું સીરમ ઈન્સ્ટીટ્યુટ અને એસ્ટ્રેજેનિકા તરફથી ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. ભારત અને અમેરિકાએ આ વેક્સીનની 50-50 કરોડ ડોઝ બુક કરાવી દીધા છે. તે સિવાય નોવાવેક્સની વેક્સીનની 120 કરોડ ડોઝ પણ બુક થઈ ચૂક્યા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને નવેમ્બરમાં કહ્યું હતું કે, ભારત જુલાઈ-ઓગસ્ટ 2021 સુધી 50 કરોડ ડોઝ મેળવવા માટે વેક્સીન નિર્માતાઓના સંપર્કમાં છે. ડ્યૂક યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર ભારતે રશિયાની કોવિડ વેક્સીન Sputnik V વેક્સીનની 10 કરોડ ડોઝ અને નોવાવેક્સની વેક્સીનની 100 કરોડ ડોઝની ડીલ કરી છે.
રશિયાની વેક્સીનનું ઉત્પાદન પણ કરશે ભારત
ભારત રશિયાની વેક્સીન સ્પુતનિક -vના 100 મિલિયન ડોઝ વાર્ષિક ઉત્પાદન કરશે. રશિયા ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને હૈદરાબાદની કંપની હેટેરો બાયોફાર્મા વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. આરડીઆઈએેફ એ કહ્યું કે, 2021ની શરુઆતમાં વેક્સીન ઉત્પાદન શરુ કરવાનું લક્ષ્ય છે. રશિયા વેક્સીન સ્પુતિન -વી ના હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો કે, તેના ત્રીજા તબક્કાના માનવ પરીક્ષણમાં 91.4 ટકા અસરકારક છે.