નવી દિલ્હી : બાંગ્લાદેશે ગુરુવારે ભારત સાથે 30 મિલિયન ડોઝ ખરીદવા પર કરાર કર્યા છે. બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રી જાહિદ મલિકે પત્રકારોને જણાવ્યું હતું કે, આ સમજૂતી ઢાકામાં કરવામાં આવી છે. બ્રિટિશ દવા નિર્માતા એસ્ટ્રોજેનેકાની વિકસિત વેક્સીન કોરોના વાયરસ સામેની લડાઈમાં સફળ વેક્સીન માનવામાં આવી રહી છે.


તેમણે કહ્યું કે, “જ્યારે વૈક્સીન તૈયાર થશે. ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ અમને પ્રથમ તબક્કામાં 30 મિલિયન ડોઝ આપશે.”સાથે તેમણે એ પણ જણાવ્યું કે, પાંચ મિલિયન વેક્સીનનો ડોઝ દર મહિને બાંગ્લાદેશની દવા નિર્માતા બેક્સીમો ફાર્માસ્યૂટિકલ્સ પાસેથી ખરીદવામાં આવશે. જાહિદ મલિકે જણાવ્યું કે, 15 મિલિયન લોકોને વેક્સીનેશન કરવામાં આવશે અને તમામ શખ્સ માટે વેક્સીનના બે ડોઝની જરૂર રહેશે. દુનિયાની મુખ્ય વેક્સીન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટે એસ્ટ્રોજેનેકા, ગેટ્સ ફાઉન્ડેશન અને ગવઈ સાથે વિશ્વ સ્તરે કોવિડ-19 વેક્સીનના એક બિલિયનથી વધુ ડોઝ તૈયાર કરવા અને સપ્લાય માટે સમજૂતી કરી છે.

એસ્ટ્રોજેનેકા દુનિયાની અનેક કંપનીઓ પાસેથી વેક્સીન નિર્માણ અને પૂરવઠા માટે સમજૂતી કરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે, બાંગ્લાદેશમાં સિનોવાક બાયોટેકના સંભવિત કોવિડ-19 વેક્સીનના અંતિમ તબક્કામાં હ્યુમન ટ્રાયર પર અનિશ્ચિતતાની સ્થિતિ છે. કારણ કે સરકારે ચીની કંપનીની સહ નાણાકીય પોષણની માંગને પૂરી કરવા માટે હાથ ઉંચા કરી લીધા છે. વેક્સીના ડેવલપમેન્ટ મામલે ભારતીય વેક્સીન નિર્માતા કંપની સીરમનું સ્થાન દુનિયામાં મુખ્ય માનવામાં આવે છે.