પાકિસ્તાની સૈનિકોએ યુદ્ધ વિરામનો ભંગ કરતા જમ્મુ કાશ્મીરના પુંછ અને કઠુઆ જિલ્લામાં એલઓસી અને અંતરરાષ્ટ્રીય સરહદ પર ગામડાઓ અને ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓ દ્વારા શનિવારે આ જાણકારી આપવાામાં આવી હતી.


મનકોટ સેક્ટરમાં મોડી રાત્રે મોર્ટાર ગોળા ફેંકાયા
અધિકારીઓએ જણાવ્યું કે પુંછ જિલ્લામાં એલઓસી પર મનકોટ સેક્ટરમાં મોડી રાત્રે 2.30 વાગ્યા આસપાસ મોર્ટાર ગોળા ફેંકવામાં આવ્યા હતા. જ્યારે હીરાનગર સેક્ટરમાં સરહદ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ગોળીબારમાં ભારતીય પક્ષમાં કોઈ નુકસાનીના સમાચાર નથી.

એક રક્ષા પ્રવકતાએ જણાવ્યું કે પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરતા રાત્રે આશરે 2.30 વાગ્યે મનકોટ સેક્ટરમાં ગોળીઓ ચલાવી અને માર્ટાર ગોળા ફેંક્યા. સેનાએ તેનો વળતો જવાબ આપ્યો હતો.

ભારતીય સેનાઓ આપ્યો જડબાતોડ જવાબ

અધિકારીઓએ જણાવ્યું કે બંને તરફથી ગોળીબાર સવારે ચાર વાગ્યે બંધ થયો હતો. આ સાથે જણાવ્યું કે પાકિસ્તાની રેંજરોએ શુક્રવારે રાત્રે આશરે 10 વાગ્યે કરોલ કૃષ્ણ,સતપાલ અને ગુરુનામમાં સરહદની ચોકીઓ પર ગોળીઓ ચલાવી હતી. સેનાઓ તેનો વળતો જવાબ આપ્યો હતો.

પાકિસ્તાન તરફથી ગુરૂવારે રાત્રે પણ આશરે સાત કલાક સુધી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આતંકીઓએ બીએસએફની ચોકીઓને નિશાન બનાવી હતી, જેનો બીએસએફના જવાનોએ વળતો જવાબ આપ્યો હતો.


.