ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાના કેસ ઘટ્યા છે, પરંતુ નવા વેરિયન્ટને લઈ તમામ લોકોને ચિંતા છે. નવા વેરિયન્ટ સામે કોરોના રસી પણ કારગર ન હોવાનું કેટલાક રિપોર્ટમાં જણાવાયું છે. આ દરમિયાન કોરોનાના નવા સ્ટ્રેઈન પર અમેરિકન કંપની નોવાવેક્સની વેક્સિન 90 ટકા કારગર હોવાનું ન્યૂઝ એજન્સી એએફપીએ ટ્વીટ કર્યુ છે.
ખાસ વાત એ છે કે આ વેક્સિન મહિલા વિજ્ઞાનીઓની ટીમ બનાવી રહી છે જેનું નેતૃત્વ ભારતીય મૂળનાં વિજ્ઞાની નીતા પટેલ કરી રહ્યાં છે. કંપનીના રિસર્ચ એન્ડ ડેવલપેમન્ટ વિંગના પ્રેસિડેન્ટ ગ્રેગોરી માર્ક ગ્લેન કહે છે કે જલદી જ વેક્સિન બજારમાં ઉપલબ્ધ થશે. બે વર્ષ પહેલાં નોવાવેક્સ ડિફોલ્ટ થવાની અણીએ હતી. કંપની નેસ્ટેક સ્ટૉક એક્સચેન્જની યાદીથી પણ બહાર થઈ હતી. મેરિલેન્ડની બે મેન્યુફેક્ચરિંગ કંપનીઓના હાથે વેચાવા જઈ રહી હતી પણ આ મહામારી આવી ગઈ. હવે કંપનીએ અમેરિકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે કોરોના વેક્સિનના લાખો ડૉઝનો કરાર કર્યો છે.
સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) ભારતમાં નોવાવેક્સ ઇંક (Novavax Inc) ની સાથે ભાગીદારીમાં રસી બનાવી રહી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) એ આ પહેલા કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરી રહ્યું છે, જેને ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય અને બ્રિટિશ-સ્વીડિસ કંપની એસ્ટ્રાઝેનેકાએ વિકસિત કરી છે.
ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા સાતમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 70421 નવા કેસ નોંધાયા છે, જે 72 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3900થી વધુ લોકોના મોત થયા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70,421 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,19,501 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3921 લોકોના મોત થયા છે.
- કુલ કેસઃ બે કરોડ 95 લાખ 10 હજાર 410
- કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 81 લાખ 62 હજાર 947
- એક્ટિવ કેસઃ 9 લાખ 73 હજાર 158
- કુલ મૃત્યુઆંકઃ 3,74,305
દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 32માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 48 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 39 કરોડ 96 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 14 લાખ 92 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.