Corona Vaccine Update: ભારતમાં કઈ ત્રણ રસીનું પરીક્ષણ કેટલે પહોંચ્યું, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Aug 2020 05:14 PM (IST)
ભારતમાં ત્રણ કોવિડ-19 વેક્સિનનું પરીક્ષણ ચાલી રહ્યું છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટની રસીનું ફેઝ 2(બી) અને ફેઝ 3માં ટ્રાયલ ચાલી રહ્યું છે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાએ રસીના પ્રથમ તબક્કાનું પરીક્ષણ પૂરુ કર્યુ છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈ મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયની યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું આજે દેશમાં ઠીક થયલા લોકોની સંખ્યા એક્ટિવ કેસથી 3.4 ગણી વધારે છે. સાજા થયેલા દર્દીની સંખ્યા 24 લાખથી વધારે છે. કુલ મામલામાં 22.2 ટકા કેસ એક્ટિવ છે. રિકવરી રેટ 75 ટકાથી વધારે થયો છે અને અત્યાર સુધીમાં 3 કરોડ 60 લાખ ટેસ્ટ થઈ ચુક્યા છે. રાજેશ ભૂષણે કહ્યું, છેલ્લા 24 કલાકમાં એક્ટિવ મામલા 6423 ઘટ્યા છે. કુલ એક્ટિવ મામલામાંથી 2.70 ટકા જ ઓક્સિજન સપોર્ટ છે. એક્ટિવ મામલામાંથી 1.92 ટકા દર્દી આઈસીયુમાં છે અને 0.29 ટકા વેંટિલેટર સપોર્ટ પર છે. ભારતમાં કોવિડ-19થી મૃત્યુદર 1.58 ટકા છે, જે વિશ્વમાં સૌથી ઓછો છે. સ્વાસ્થ્ય સચિવે કહ્યું, રશિયા દ્વારા વિકસાવવામાં આવેલી કોરોના રસી સ્પુતનિક-5ને લઈ ભારત અને રશિયા એકબીજાના સંપર્કમાં છે. કેટલીક પ્રારંભિક જાણકારી શેર કરવામાં આવી છે. ICMRના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર ડો. બલરામ ભાર્ગવે કહ્યું, આઈસીએમઆરના સિરો સર્વે જલદી પ્રકાશિત થશે. તે ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પબ્લિશ થશે. તેની સમીક્ષા કરવામાં આવી છે. બીજો રાષ્ટ્રીય સિરો સર્વે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પૂરો થવો જોઈએ. તેમણે કહ્યું, ભારતમાં ત્રણ કોવિડ-19 વેક્સિનનું પરીક્ષણ ચાલી રહ્યું છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટની રસીનું ફેઝ 2(બી) અને ફેઝ 3માં ટ્રાયલ ચાલી રહ્યું છે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાએ રસીના પ્રથમ તબક્કાનું પરીક્ષણ પૂરુ કર્યુ છે. PNB કૌભાંડઃ ઈન્ટપોલે નીરવ મોદીની પત્ની સામે ધરપકડ વોરંટ કર્યુ જાહેર, જાણો વિગત Pulwama Terror Attack Chargesheet: NIA એ 13,500 પેજની ચાર્જશીટ દાખલ કરી, મસૂદ અઝહર અને સહયોગીના નામ છે સામેલ કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતાનો કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં થયા દાખલ