નવી દિલ્હી:  દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દરરોજ ત્રણ લાખથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. તેની વચ્ચે કોરોના વાયરસને લઈને નવા નવા રિસર્ચ અને સર્વે રિપોર્ટ સામે આવી રહ્યાં છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન  (CDC)એ કહ્યું કે, આ વાયરસ હવામાં ફેલાય શકે છે.  આ વાયરસનું હવામાં ફેલાવવાનો સૌથી વધુ ખતરો 3 થી 6 ફૂટની વચ્ચે છે. આ અંતરમાં વાયરસ ફાઈન પાર્ટિકલ્સના રૂપમાં રહે છે.  તે એક કલાક સુધી હવામાં રહી શકે છે. આ પહેલા લેન્સેન્ટ પત્રિકામાં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો જેમાં કોરોના વાયરસ હવામાં ફેલાવવાની વાત સામે આવી હતી. 



CDC અનુસાર, કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે SARS-CoV-2, વાયરસ જે કોરોનાવાયરસનું કારણ બને છે, તે શ્વાસ દ્વારા હવામાં પણ ફેલાય શકે છે. વાયરસ એક ફાઈન પાર્ટિકલ્સ તરીકે હવામાં ઝડપથી ફેલાય છે. સીડીસી તેની પાછળ અનેક તર્ક આપી રહ્યું છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્વાસ બહાર છોડતી વખતે સૌથી મોટો ટીપાં ઝડપથી હવામાંથી બહાર આવે છે. આ ટીપા થોડી સેકંડથી મિનિટ સુધી હવામાં રહે છે. બાદમાં આ મોટા ટીપા સુકાઈ જાય છે અને 6 ફૂટથી પણ વધુ ઉપર હવામાં ઝડપથી ફેલાય શકે છે. આ ટીપા કેટલાક કલાકો સુધી ટકી શકે છે. જેના  કારણે, એવું માનવામાં આવે છે કે હવામાં કોરોના વાયરસ ઝડપથી ફેલાય શકે છે.


હવામાં કોરોના કેવી રીતે ફેલાય છે?


- ચેપગ્રસ્ત વ્યક્તિના બોલવાથી
- લાળ અને કફના બારીક કણોથી
- શ્વાસમાંથી નીકળતા એર ડ્રાપલેટ્સથી
- છીંકવાથી અને ખાંસી ખાવાથી
- ભેગા થઈને વાત કરીવાથી


હવામાં ફેલાતા કેવી રીતે અટકાવી શકાય ? 


જ્યારે લોકોને ઘરે પણ કોરોના વાયરસ પ્રભાવિત કરી રહ્યો છો ત્યારે તમારે ખૂબ કાળજી લેવી જરૂરી છે. આ વાયરસ એટલો ઝડપથી ફેલાયો છે કે તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે. તમારે આ બાબતોનું સૌથી વધુ ધ્યાન રાખવું જોઈએ.


- મહત્તમ અંતર બનાવીને લોકો સાથે સંપર્ક કરો
- ઘરમાં હવાનું વેન્ટિલેશન અને સૂર્યપ્રકાશ આવતો હોય
- ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો
- દરેક સમયે માસ્ક પહેરવું
- સાબુથી તમારા હાથ ધોવું અથવા થોડા સમય પછી સેનિટાઇઝ કરો.



ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે, સતત ટ્રાન્સમિશનને રોકવાની વાત કહેવામાં આવી રહી છે. WHO દ્વારા પણ એવું સૂચવવામાં આવ્યું છે કે ટ્રાન્સમિશન ચેઇનને બ્રેક કરવું એ સૌથી મહત્વપૂર્ણ છે. આ માટે તમારે સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝેશનની મહત્તમ કાળજી લેવી પડશે.