નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેર વચ્ચે જાપાનના ડાયમંડ પ્રિંસેઝ ક્રૂઝ પર ફસાયેલા ભારતીયોએ વીડિયો સંદેશ મોકલીને પ્રધાનમંત્રી મોદી પાસે મદદ માંગી છે. ક્રૂઝના ક્રૂ મેમ્બર ટીમમાં શેફની જવાબદારી સંભાળી રહેલા બિનય કુમાર સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરતો વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ ખૂબ ડરેલા લાગી રહ્યા છે અને શક્ય તેટલા વહેલા અહીંથી નીકાળવાની વિનંતી કરી રહ્યા છે.


વીડિયોમાં વિનય કહે છે કે, ક્રૂઝ પર 162 સભ્યો છે, કેટલાક ભારતીય મુસાફરો પણ છે. હાલ 90 ટકા લોકો વાયરસથી બચેલા છે. હું ખાસ કરીને મોદીજીને કહેવા માંગુ છું કે પ્લીઝ, જેટલું ઝડપથી બની શકે તેટલા વહેલા અમને અહીંથી નીકાળવાની કોશિશ કરો. જો જાપાન સરકાર અમારી મદદ ન કરી શકતી હોય તો ભારત સરકાર અને સંયુક્ત રાષ્ટ્ર મદદ માટે આગળ આવે. જો વાયરસનો ચેપ લાગી જશે તો બાદમાં મદદનો કોઇ ફાયદો નહીં રહે.


ઉલ્લેખનીય છે કે યોકોહામાની ઉપડેલા જહાજમાંથી 25 જાન્યુઆરીએ હોંગકોંગનો એક મુસાફર ઉતર્યો હતો. જેની તપાસમાં ખબર પડી કે તેને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. સ્થાનિક મીડિયા પ્રમાણે ક્રૂઝ પર હાજર 130 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, જેમાંથી 66 નવા મામલા છે.

વિદેશ મંત્રી એસ.જયશંકરે શું કહ્યું

આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ક્રૂઝમાં હાજર ભારતીયોને સલામત રીતે બહાર કાઢવા ભારતીય દૂતાવાસ સતત કોશિશ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ક્રૂઝમાં કોઈપણ ભારતીયમાં કોરોનાના લક્ષ્ણો જોવા મળ્યા નથી. રવિવારે ક્રૂઝ મેનેજમેન્ટ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસથી પીડિત મુસાફરોમાં 21 જાપાની, 5 ઓસ્ટ્રેલિયન અને 5 કેનેડાના છે.


3 વર્ષના ક્રિકેટરને મળવા પહોંચ્યો સ્ટીવ વૉ, વિરાટ કોહલી પણ બેટિંગ જોઈને રહી ગયો હતો દંગ

ન્યૂઝીલેન્ડમાં ફરી રહ્યા છે અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, ફેન્સ સાથેની તસવીરો થઈ વાયરલ

સાનિયા મિર્ઝાએ માત્ર 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન, તસવીર જોઈ નહીં થાય વિશ્વાસ