સાનિયાએ સોમવારે ફેન્સ માટે બે તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીર માતા બન્યા બાદની છે, જ્યારે બીજી તસવીર તાજેતરની છે. જેમાં તે પહેલા જેવી ફિટ નજરે પડી રહી છે. આ તસવીરમાં સાનિયા ટેનિસ રમતી વખતે જેટલી ફિટ દેખાતી હતી તેવી જોવા મળી રહી છે.
ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને સાનિયા લખ્યું, 89 કિલો વિરુદ્ધ 63. જો હું આ કામ કરી શકું છું તો કોઈ પણ કરી શકે છે. આપણા બધા પાસે એક લક્ષ્ય હોય છે. દરરોજનો લક્ષ્ય અને એક લાંબા સમયનો લક્ષ્ય. જેમાં દરેક પર ગર્વ થાય છે. મારે આ લક્ષ્ય મેળવવામાં ચાર મહિના લાગી ગયા. તેણે આગળ લખ્યું, મારી ફિટનેસને ફરીથી મેળવવામાં લાંબો સમય લાગ્યો અને હવે હું ફિટનેસનું સર્વોચ્ચ સ્તર મેળવવા સમર્થ છું. તમારા સપના જુઓ.. તમારી આસપાસના લોકો શું કહેશે તે મહત્વનું નથી. ભગવાન જાણે છે કે આવા કેટલા લોકો તમારી આસપાસ હોય છે. જો હું કરી શકું છું તો કોઈપણ કરી શકે છે. તેની સાથે જ સાનિયાએ #believe અને #mummahustles શબ્દનો પણ પ્રયોગ કર્યો છે.
થોડા મહિના પહેલા સાનિયા મિર્ઝાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું, તમારી અંદર એક જીવ પાંગરી રહ્યો છે તે વાત લોકોને સમજમાં નથી આવતી. લોકો બસ તમને જોઈ મેદસ્વીપણાની કમેન્ટ કરે છે. પ્રેગનેંસી દરમિયાન એક સ્ત્રીના શરીરમાં ઘણા બદલાવ આવે છે તે વાત સમજવાની જરૂર છે. તેણે આગળ જણાવ્યું કે, મેં મારી જિંદગી ફીટ રહીને પસાર કરી છે. પુત્ર ઇઝહાનના જન્મના ત્રણ અઠવાડિયા બાદ જ મેં એક્સરસાઇઝ શરૂ કરી દીધી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
IND vs NZ: ત્રીજી વન ડેમાંથી કયા દિગ્ગજ ખેલાડીનું કપાશે પત્તુ, કોને મળશે ટીમમાં સ્થાન, જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ખાસ પ્લાન, અંતિમ વન ડેમાં રમશે આ મોટો દાવ