ડૉ હર્ષવર્ધને કહ્યું કે સરકાર તરફથી 30-40 હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. કેરળમાં જ્યારે શરૂઆતમાં ત્રણ કેસ સામે આવ્યા, ત્યારથી અમે રાજ્ય સરકારના સંપર્કમાં છીએ. દરેક રાજ્ય સાંજે સમગ્ર જાણકારી કેંદ્રને આપે છે.
લોકસભામાં મંત્રીએ જાણકાર આપી કે અમે વિદેશથ આવેલા લોકો પર નજર રાખી રહ્યા છીએ. સ્ક્રીનિંગમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી. 17 જાન્યુઆરીના દિલ્હી, મુંબઈ, બેંગ્લુરૂ, કોચ્ચિ જેવા એરપોર્ટ પર સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે 30 એરપોર્ટ પર તપાસ થઈ રહી છે.
કેબિનેટ સેક્રેટરી રાજીવ ગોબાએ મંગળવારે ઘણાં મંત્રાલયો અને વિભાગોના સેક્રેટરીની સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી, બાદમાં આ નોટિફિકેશન ઈસ્યુ કરવામાં આવ્યું છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે ચીન, ઈટલી, જર્મની, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, સ્પેન સહિત કોરોનાવાઈરસથી પ્રભાવિત દેશોમાં મુસાફરી કરવાથી બચવાની સલાહ આપી છે.