નવી દિલ્હીઃ કોંગ્રેસનો હાથ છોડીને બીજેપીમાં ખેસ પહેરનારા મધ્યપ્રદેશના દિગ્ગજ નેતા અને પ્રદેશના મહારાજા જ્યોતિરાદિત્ય સિંધિયા ગુરુવારો ભોપાલ પહોંચશે. મધ્યપ્રદેશ જતા પહેલા સિંધિયાએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સિંધિયા અહીં રક્ષામંત્રી રાજનાથ સિંહને પણ મળ્યા. બીજેપીમાં સામેલ થયા બાદ સિંધિયાની આ પહેલી મુલાકાત હતી.

ગુરુવારે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, આજે જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી. મને આશા છે કે તેમના બીજેપીમાં આવ્યા બાદ મધ્યપ્રદેશમાં પાર્ટીને લોકોના સેવા કરવામાં વધુ મજબૂતી મળશે. અમિત શાહ પહેલા તેમને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.


ઉલ્લેખનીય છે કે બુધવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીમાં બીજેપી જોઇન કર્યુ હતુ. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યાં હતા. પાર્ટી જૉઇન કર્યાના થોડીવાર બાદ ભારતીય જનતા પાર્ટીએ સિંધિયાને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો હતો.