મુંબઇઃ દુનિયાભરમાં માથાનો દુખાવો બનેલા કોરોના વાયરસથી અત્યાર સુધી હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે શુક્રવારે કોરોના વાયરસના દર્દીઓ સંખ્યા 195 પર પહોંચી ચૂક્યો છે.


મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, કોરોનાને લઇને જરૂર પડી તો રાજ્યને લોકડાઉન કરી દેવામાં આવી શકે છે. વિદેશ પ્રવાસ પરથી પાછા ફરેલા 40 લોકો કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયા છે. કમ્યુનિટી સ્પ્રેડ થયું તો સ્થિતિ નિયંત્રણમાંથી બહાર થઇ શકે છે.

નોંધનીય છે કે કોરોના વાયરસને રોકવા માટે ગોવા સરકારે ગુરુવારે પબ, મોલ, સાપ્તાહિક બજાર અને કોચિંગ ક્લાસને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. સ્વાસ્થ્ય સેવાના નિર્દેશક જોસ એ.ઓ.ડિસા દ્ધારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ બંધ 20 માર્ચના રોડ અડધી રાત્રે લાગુ થશે અને 31 માર્ચ સુધી રહેશે. આ અગાઉ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ, નાઇટ ક્લબો, કેસીનો, સ્વિમિંગ પુલ અને સ્પાને બંધ કરવાના નિર્દેશ આપ્યા હતા.