coronavirus:કોરોના વાયરસની બીજી લહેર આખા દેશમાં હાહાકાર મચાવી રહી છે. આ દરમિયાન કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચે એક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યું છે. જેમાં એવું તારણ સામે આવ્યું છે કે, AB અને B બ્લડ ગ્રૂપના લોકોને કોવિડ-19થી વધુ સાવધાન રહેવાની જરૂર છે. આ રિસર્ચ પેપરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અન્ય બ્લડ ગ્રપૂની તુલનામાં AB અને B બ્લડ ગ્રૂપના લોકો વધુ વાયરસથી પ્રભાવિત થાય છે.


રિસર્ચ પેપરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, O બ્લડ ગ્રૂપના લોકોને આ બીમારીની સૌથી ઓછી અસર થાય છે. આ ગ્રૂપના મોટાભાગના દર્દી અસિમ્પ્ટોમેટિક છે અથવા તો ખૂબ  હળવા લક્ષણો જ જોવા મળે છે. આ ગ્રૂપના લોકોની ગંભીર સ્થતિ નથી થતી. CSIRનો  આ રિપોર્ટ દેશભરના સીરોપોઝિટિવ સર્વે પરથી કરવામાં આવ્યો છે. O બ્લડ ગ્રૂપના લોકોની ઇમ્યૂન સિસ્ટમ AB અને B બ્લડના લોકોની તુલનામાં સારો રિસપોન્સ આપે છે. જો કે ઓ બ્લડગ્રપના લોકોએ આ જાણીને બેફિકર થવાની જરૂર નથી. વાયરસથી બચવા માટે માસ્ક અને સામાજિક અંતર બધા જ માટે જરૂરી છે. બ્લડ 0 ગ્રૂપના લોકો કોરોના વાયરસથી સંપૂર્ણ સુરક્ષિત નથી.


CSIRના રિપોર્ટમાં એવું પણ તારણ છે કે, શાકાહારીની તુલનામાં માંસાહાર કરતા લોકોમાં સંક્રમિત થવાની શક્યતા વધુ છે. આ દાવો દસ હજાર લોકોના સેમ્પલ સાઇઝ આધારિત છે. જેનું વિશ્લેષણ 140ની ડોક્ટરની ટીમે કર્યું છે. આ સર્વેમાં જોવા મળ્યું કે. માંસ ખાનાર પોઝિટિવની સંખ્યા વેજિટેરિયનથી વધુ છે. વેજિટેરિયન ફૂડમાં મળતું હાઇફાઇબર પણ તેનું કારણ હોવાનું સામે આવ્યું છે. કોવિડ વાયરસ  શાકાહારી દર્દી કરતા માંસાહારી દર્દીને વધુ ગંભીર અસર કરે છે.