ઝાલાવાડઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે રાજસ્થાનમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. અહીં ઝાલાવાડમાં 100 નર્સિંગ સ્ટાફે એકસાથે રાજીનામુ ધરી દીધુ છે. તેમનો આરોપ છે કે કોરોના કાળમાં ઓછો પગાર, પીપીઇ કિટ્સ અને માસ્ક નથી મળી રહ્યાં છે.


નર્સિંગ સ્ટાફે આરોપ લગાવતા કહ્યું કે, તેઓ છ હજાર રૂપિયા પગારની સાથે નોકરી નથી કરી શકતા, સાથે તંત્ર કોરોના વાયરસ સામે બચવા માટે જરૂરી સામાન પણ નથી આપી રહ્યું.

100થી વધુ સ્વાસ્થ્યકર્મીઓએ ઝાલાવાડ મેડિકલ કૉલેજના ડીનને રાજીનામા સોંપી દીધા છે. નર્સિંગ સ્ટાફે આરોપ લગાવ્યો છે કે હૉસ્પીટલ સ્વાસ્થ્યકર્મીઓ કોરોના પૉઝિટીવ આવ્યા છે. છતાં અમને કોઇને કોરોનાની તપાસ પણ નથી કરાવડાવી, અને કૉવિડ-19માં ડ્યૂટી હોવા છતાં કોઇ બચાવના સાધનો પણ નથી અપાઇ રહ્યાં.

નર્સિંગ સ્ટાફે કહ્યું કે અમને નથી માસ્ક આપવામાં આવી રહ્યાં કે નથી સેનિટાઇઝર. કોરોના શકાસ્પદ નર્સિંગ કર્મીઓએ આરોપ લગાવ્યો છેકે તેમને આઇસૉલેશન દરમિયાન ખરાબ ભોજન પણ આપવામાં આવી રહ્યુ છે.

નર્સિંગ સ્ટાફે કહ્યું કે અમે 6 હજાર રૂપિયામાં નોકરી નથી કરી શકતા, જો જરૂર પડશે તો દેશ સેવા માટે હૉસ્પીટલ આવીને લોકોની સેવા કરશે.