નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ચેપ સતત ફેલાતો જઈ રહ્યો છે. એકલા ભારતમાં જ કોરોનાના 17 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. આંકડા અનુસાર ભારતમાં અત્યાર સુધી 1750724 લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે. જ્યારે 37 હજારથી વધારે લોકોના કોરોનાને કારણે મોત થયા છે. હાલમાં જ જન્મેલ એક નવજાતનું કોરોનાને કારણે મોતથયું છે. જેના કારણે કોરોનાથી અત્યાર સધીમાં સૌથી ઓછી ઉંમરના બાળકનું મોત થયું છે.


ત્રિપુરામાં બે દિવસ પહેલા જ જન્મેલ બાળકનું મોત કોરોનાને કારણે થયું છે. કહેવાય છે કે, તેની માતાને કોરોનાને ચેપ લાગ્યો હતો. જેના કારણે બે દિવસ પહેલા જન્મેલ બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ રવિવારે કહ્યું કે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાને કારણે બે દિવસના એક બાળકનું ત્રિપુરાની રાજધાની અગરતલાની એક હોસ્પિટલમાં મોત થયું છે. આ રાજ્યમાં સૌથી ઓછી ઉંમરના કોરોના દર્દીનું મોત છે.

નોંધનીય છે કે, બાળકનો જન્મ ગુરુવારે અગરતલાની સરકારી મેડિકલ કોલેજમાં થયો હતો. સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે, બાળકન શ્વસનનળીમાં હોલ મળી આવવાની સાથે જ તે અપૂર્ણ ઉત્સર્જન પ્રણાલીની સાથે જન્મ્યો હતો.