બેંગલુરુઃ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા કોરોના પોઝિટિવ આવ્યા છે. મુખ્યમંત્રીએ ખુદ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. યેદિયુરપ્પાએ એ પણ કહ્યું કે, તેઓ ઠીક ચે અને ડોક્ટરોની સલાહ પ્રમાણે હોસ્પિટલમાં દાખલ થવા જઈ રહ્યા છે.

સીએમ યેદિયુરપ્પાએ ટ્વીટ કરતાં કહ્યું કે, “હું કોરોના પોઝિટિવ આવ્યો છું. હું ઠીક છું. મને ડોક્ટરોની સલાહ પર સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યો છે. એ લોકો જે હાલમાં જ મારા સંપર્કમાં આવ્યા છે તેમને વિનંતી છે કે તેઓ સેલ્ફ કોરેન્ટાઈન થઈ જાય.”



નોંધનીય છે કે, રવિવારે અમિતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને લક્ષણો દેખાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ અંગે ખુદ સ્વતંત્રદેવ સિંહે ટ્વીટ કરી જાણકારી આપી હતી. ત્યારબાદ તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને લઇને તેમને કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.