નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોરોના પોઝિટિવ આયા હતા. તેમનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભાજપ અને વિપક્ષના તમામ નાના મોટા નેતા જલદી ઠીક થવાની કામના કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરી હતી.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, અમિત શાહના જલદી સ્વસ્થ થવાની કામના કરું છું.



અમિત શાહને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સ્થિર જણાવવામાં આવી રહી છે. અમિત શાહે ટ્વિટ કરીને કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું, શરૂઆતના લક્ષણો જોવા મળ્યા બાદ મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત ઠીક છે પણ ડોક્ટરની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી વિનંતી છે કે જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે આઇસોલેટ થઈ જાય અને તપાસ કરાવે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ટ્વિટ કરીને અમિત શાહના જલદી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું, માનનીય ગૃહમંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત હોવાના સમાચાર મને મળ્યા. હું ભગવાનને તેમના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.



ગુજરાતમાં આજે કોરોનાના કેટલા કેસ નોંધાયા, કેટલા લોકોના થયા મોત, જાણો વિગત

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, અભિષેકે આપી માહિતી

ગૃહ મંત્રી અમિત શાહને થયો કોરોના, જાણો કઈ રીતે લાગ્યો હોઈ શકે ચેપ ?