નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2948 નવા કેસ સામે આવ્યા છે અને 66 લોકોના મોત થયા છે. નવા કેસ સામે આવ્યા બાદ દિલ્હીં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 80 હજારને પાર પહોંચી ગયો છે. દિલ્હીમાં હાલમાં 80188 કેસ છે.


આરોગ્ય વિભાગ અનુસાર, કુલ પોઝિટિવ કેસમાંથી 28329 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધી 49301 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે. અત્યાર સુધી આ વાયરસથી દિલ્હીમાં 2558 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

દિલ્હીમાં શનિવારે કુલ 19180 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે અત્યાર સુધી 478336 સેમ્પલની તપાસ કરવામા આવી ચૂકી છે. પ્રતિદિન દસ લાખની આબાદી પર 25175 ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આજની તારીખણાં દિલ્હીમાં કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા 315 છે.