નવી દિલ્હીઃ કોરોના વાયરસની ઝપેટમાં ભારત આવી ચૂક્યું છે. શનિવારે દેશમાં કોરોના વાયરસના 34 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 34 થઇ ગઇ છે.

એક અહેવાલ અનુસાર, ઓમાથી પાછો ફરેલો તમિલનાડુનો એક વ્યક્તિ કોરોના વાયરસથી પ્રભાવિત થયો હતો. તે સિવાય ઇરાનથી પાછા ફરેલા લદાખના બે લોકો પણ કોરોનાથી પ્રભાવિત થયા છે. એવામાં દિવસેને દિવસે દેશમાં કોરોના વાયરસના દર્દીઓ વધી રહ્યા છે.

અત્યાર સુધી કેરલમાં ત્રણ કેસ સામે આવ્યા હતા જે ઠીક થઇ ચૂક્યા છે. ત્યારબાદ દિલ્હીમાં એક કેસ આવ્યો જેના કારણે છ લોકો ઝપેટમાં આવ્યા. જ્યારે ઇટાલીથી આવેલા કુલ 18 લોકો પણ કોરોના વાયરસથી પ્રભાવિત થયા હતા. જેમાં એક ભારતીય અને 17 ઇટાલીના નાગરિક છે.

તે સિવાય ગુરુગ્રામ, ગાજિયાબાદ, તેલંગણા, તમિલનાડુમાંથી એક-એક કેસ કોરોના વાયરસનો સામે આવ્યો છે.