આ દરમિયાન મોહાલીના જવાહરપુર ગામમાં 32 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જે બાદ ગામમાં હાહાકાર મચી ગયો છે. ગામના સરપંચને સૌથી પહેલા સંક્રમણ થયું હોવાનું સામે આવ્યું છે. જે બાદ તે અન્ય લોકોમાં ફેલાયું હતું. તંત્રને આ વાતની જાણ થતાં જ સમગ્ર ગામને સીલ કરી સેનિટાઇઝની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
અધિકારીના જણાવ્યા મુજબ, 2500 લોકોની વસતિ ધરાવતા જવાહરપુરમાં સતત લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તેમને આઇસોલેટ પણ કરવામાં આવી રહ્યા છે. સંક્રમિતોમાં એક છ મહિનાનું બાળક પણ છે. આ ગામ હાલ કોરોનાનું હોટ સ્પોટ બની ચુક્યું છે. વાયરસ ફેલાતો અટકે તે માટે ગામને સીલ કરી દેવામાં આવ્યું છે.