એટલું જ નહીં ઇટલીમાં છેલ્લા 24 કલાકમાં 4207 નવા દર્દી સામે આવાવની સાથે કુલ દર્દીની સંખ્યા 35 હજારથી વધારે પહોંચી ગઈ છે.
બ્રિટેનમાં પણ સ્થિતિ ખરાબ
ઇટલી ઉપરાંત બ્રિટેનમાં પણ સ્થિતિ ખરાબ છે. ત્યાં એક જ દિવસમાં 33 મોત અને 676 નવા કેસ સામે આવ્યા બાદ કડક પલા લેવામાં આવ્યા છે. દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી છે.
અન્ય દેશોમાં પણ સ્થિતિ ખરાબ
ઇરાનમાં પણ 147 લોકોના મોત થયા છે. ઇરાનમાં કોરોના કારણે મરનારા લોકોની સંખ્યા 1135 થઈ ગઈ છે. ઇરાન હાલમાં પશ્ચિમ એશિયામાં આ બીમારીનું કેન્દ્ર બની ગયું છે અને આસપાસના અનેક દેશો જેમ કે પાકિસ્તાન, યૂએઈસ, બહેરીન અને કુવૈતમાં અનેક કેસ ઇરાનને કારણે સામે આવ્યા છે.
જ્યારે અન્ય દેશોમાં પણ સ્થિતિ ઠીક નથી. ઓસ્ટ્રેલિયાના પ્રધીનમંત્રી સ્કોટ મોરીસને બુધવારે દેશમાં માનવ જૈવ સુરક્ષા ઇમરજન્સીની જાહેરાત કરી છે. જ્યારે સઉદી અરબે દેશની તમામ મસ્જિદોમાં નમાજ અદા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
વિશ્વના સૌથી પાવરફુલ દેશોમાંથી એક એવા અમેરિકામાં પણ કોરોના પ્રકોજ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 6500ને વટાવી ગઈ છે જ્યારે 115 લોકોના મોત થયા છે.
ભારતમાં કોરોનાના 151 પોઝિટિવ કેસ
જણાવીએ કે, ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 151 થઈ ગઈ છે. 151 લોકોમાંથી 25 વિદેશી નાગરિક છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે જ્યાં 45 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. બીજા સ્થાન પર કેરળ છે જ્યાં 25 પોઝિટિવ કેસ છે.
WHOએ ગણાવ્યો ‘માનવતાનો દુશ્મન’
વિશ્વ સ્વાસ્થ્ય સંગટને કોરોનાને માનવતાનો દુશ્મન ગણાવ્યો છે. WHO પ્રમુખ ટેડ્રોસ અદનોમ ગેબ્રેયસસે બુધવારે કહ્યું કે, કોરોના વાયરસ માનવતાનો દુશ્મન છે. જેનો ચેપ બે લાખથી વધારે લોકોનો લાગ્યો છે.