સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 25 લાખ 89 હજાર 682 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 49,980 લોકોનું મૃત્યું થયું છે, જ્યારે 6 લાખ 77 એક્ટિવ કેસ છે અને 18 લાખ 62 હજાર લોકો સ્વસ્થ થયા છે.
રાહતની વાત એ છે કે, દેશમાં મૃત્યુ દર અને એક્ટિવ કેસ રેટમાં ઘટાડો થયો છે. મૃત્યુદર ઘટીને 1.93 ટકા થયો છે. તે સિવાય એક્ટિવ કેસનો દર ઘટીને 26.16 ટકા થઈ ગયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. હાલમાં 71.91 ટકા રિકવરી રેટ છે.
એક્ટિવ કેસ મામલે ટોપ-5 રાજ્ય
આંકડા અનુસાર, દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખથી વધુ સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. તેના બાદ તમિલાનાડુ, દિલ્હી, ગુજરાત અને પાંચમાં નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.