સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે વેન્ટિલેટરનીઅછત પૂરી કરવા માટે એક સાર્વજનિક ઉપક્રમને 10 હજાર વેન્ટિલેન્ટરનો ઓર્ડર આપવામાં આવ્યો છે. 30 હજાર વેન્ટિલેટર ભારત ઈલેક્ટ્રોનિક લિમિટેડથી ખરીદવામાં આવી રહ્યા છે.
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતા રોકવા માટે 1.4 લાખ કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાની પરવાનગી આપી છે. આ સાથે જ લોકડાઉન વચ્ચે તમામ રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી છે કે પ્રવાસી મજૂરોનું પલાયન રોકવા પર ધ્યાન આપે. તેમના માટે પર્યાપ્ત ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે.