મુંબઈ: કોરોના વાયરસ સામેની લડાઈમાં એક તરફ લોકો ઘરમા રહીને સહયોગ આપી રહ્યા છે તો બીજી તરફ લોકો આગળ આવીને સરકારની આર્થિક મદદ કરી રહ્યા છે. ઘણા રમતગમતના ખેલાડીઓ અને ફિલ્મ સ્ટાર્સે પ્રધાનમંત્રી રાહત કોષ અને મુખ્યમંત્રી રાહત કોષમાં રૂપિયા દાન કર્યા છે. હવે આ કડીમાં શિરડી સાઈ ટ્રસ્ટ પણ આગળ આવ્યું છે. કોરોના સામેની લડાઈમાં શિરડી સાઈં સંસ્થાને રાજ્ય સરકારને 51 કરોડ રૂપિયા દાન આપશે. કોરોના સામેની લડાઈમાં એનાથી મોટી મદદ મળશે. ઉલ્લેખનીય છે કે શિરડી મંદિરમાં દર વર્ષો કરોડો રૂપિયાનું દાન આવે છે.




છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 130 પર પહોંચી છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનની જાહેરાત થયા પહેલા જ શિરડીમાં લોકોને આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

દેશમાં કોરોના વાયરસના સંકટના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં 25 માર્ચથી લોકડાઉન થયું છે અને કેટલાક રાજ્યોએ પહેલા જ લોકડાઉનની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં પીએમ મોદીના લોકડાઉનની જાહેરાત પહેલા જ લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મુંબઈ, નાગપુર, પુના અને પિંપરી ચિંચવડ જેવા શહેરો સામેલ છે.